Surat Accident News: રાજ્યના રસ્તાઓ પર બેફામ દોડતા બમ્પરો માસુમ રાહદારીઓના જીવ લઈ રહ્યા છે. 24 કલાકમાં સુરત અને રાજકોટમાં ડમ્પરના અકસ્માતની બે ઘટનાઓમાં 3 લોકોના મોત નિપજ્યા છે, તો હજુ એક વ્યક્તિ જીવન-મરણ વચ્ચે જોલા ખાઈ રહી છે. ત્યારે માતેલા સાંઢની જેમ રોડ પર દોડતા આ બેફામ ડમ્પરો પર લગામ ક્યારે લાગશે?
ADVERTISEMENT
રીક્ષાને ટક્કર મારતા પિતા-પુત્રનું મોત
રાજકોટમાં જૂના કુવાડવા રોડ પર પોલીસ સ્ટેશન પાસે રવિવારે સાંજે ડમ્પરે રીક્ષાને ટક્કર મારીને ફંગોળી દીધી હતી. જેમાં રીક્ષામાં સવાર પિતા-પુત્રનું કરુણ મોત નિપજ્યું હતું. જ્યારે રીક્ષા ચાલક સહિત 4 જેટલા લોકોને ઈજાઓ પહોંચી હતી. અકસ્માતની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.
સુરતમાં રીક્ષા-ટુવ્હીલરને ટક્કર મારી
તો સુરતમાં પણ ડીંડોલી વિસ્તારમાં બેફામ ડમ્પરે 72 વર્ષના વૃદ્ધને કચડી નાખતા તેમનું કમાકમાટી ભર્યું મોત નિપજ્યું હતું. ડીંડોલી વિસ્તારમાં ઉમિયા બંગલોની પાછળ ડી માર્ટ રોડ પર બેફામ રીતે દોડતા ડમ્પરે ટુ-વ્હીલર ચાલક વૃદ્ધ અને રીક્ષાને અડફેટે લીધા હતા. જેમાં 72 વર્ષના અંબાલાલ પટેલનું સ્થળ પર જ મોત થઈ ગયું. તો રીક્ષા ચાલક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ જતા તેને 108 મારફતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. તો અકસ્માત સર્જીને ચાલક ડમ્પર રોડ પર મૂકીને ફરાર થઈ ગયો હતો. પોલીસે સ્થળ પર પહોંચીને તાત્કાલિક ધોરણે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
(ઈનપુટ: સંજયસિંહ રાઠોડ- સુરત, નિલેશ શિશાંગિયા- રાજકોટ)
ADVERTISEMENT