Surat News: લોકસભા ચૂંટણી પહેલા ભાજપમાં ભરતી મેળો ચાલી રહ્યો છે. હાલમાં જ પાટીદાર અનામત આંદોલનના પ્રણેતા અને યુવા નેતાઓ અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવીયા ભાજમાં જોડાઈ ગયા. બંને નેતાઓના ભાજપમાં જોડાવાથી ભાજપમાં જ હવે નારાજગી જોવા મળી રહી છે. ભાજપના ધારાસભ્યએ કુમાર કાનાણીએ ખુલીને આ અંગે પોતાની પ્રતિક્રિયા આપી અને નારાજગીને દર્શાવી છે.
ADVERTISEMENT
કુમાર કાનાણીએ શું કહ્યું?
કુમાર કાનાણીએ અલ્પેશ-ધાર્મિકના ભાજપમાં જોડાવવા પર કહ્યું કે, મારા સિદ્ધાંતના વિરુદ્ધ થયું એટલે હું દૂર રહ્યો હતો. ચૂંટણી વખતે રાજનીતિ પાર્ટી જે નિવેદન આપે છે, તે લોકો યાદ રાખે છે. મેં મારા નિવેદનો યાદ રાખ્યા છે. વિધાનસભા વખતે અલ્પેશ કથીરિયા અને હું સામ સામે હતા. હું મારા સિદ્ધાંત નહીં છોડું. પાર્ટીએ જે નિર્ણય કર્યો તે માન્ય છે.
અલ્પેશ-ધાર્મિકના ભાજપમાં જોડાવાના કાર્યક્રમમાં રહ્યા ગેરહાજર
નોંધનીય છે કે, સુરતમાં યોજાયેલા ભાજપના ભરતી મેળામાં કુમાર કાનાણી હાજર નહોતા રહ્યા. ધારાસભ્ય આ ભરતી મેળા અને સભાથી દૂર રહ્યા હતા. જે બાદ આ વિષયે ભાજપના કાર્યકરોમાં ચર્ચાઓ ઉઠી હતી. જોકે હવે કુમાર કાનાણીના આ નિવેદન બાદ સ્પષ્ટ થઈ ગયું છે કે, તેઓ અલ્પેશ અને ધાર્મિકના ભાજપમાં આવવાથી વ્યક્તિગત રીતે ખુશ નથી. પરંતુ આ નિર્ણય પાર્ટી હાઈ કમાન્ડ દ્વારા લેવામાં આવ્યો હોવાથી તેનો સ્વીકાર કરે છે.
ADVERTISEMENT