Birthday Gift to Modi: આજે સમગ્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતાથી ઘણા લોકો પ્રભાવિત છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતાને કારણે તેમના ચાહકો તેમનો જન્મદિવસ અલગ અલગ રીતે ઉજવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ 17 સપ્ટેમ્બરે આવી રહ્યો છે, તેથી તેમના ચાહકો ફરી એકવાર તેમનો જન્મદિવસ ઉજવવા આતુર છે. આ દિવસે તેઓ 73 વર્ષના થશે. સુરતમાં રહેતા એક આર્કિટેક્ટ એન્જિનિયરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે સુરતના લોકો વતી રજૂ કરવા માટેનું પોટ્રેટ તૈયાર કર્યું છે. જેની અંદર 7200 અમેરિકન ડાયમંડનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
ADVERTISEMENT
કોણ છે આ નરેન્દ્ર મોદીના સુપર ફેન
નરેન્દ્ર મોદીનો સુપર ફેન વ્યક્તિ છે સુરતનો રહેવાસી વિપુલ જેપીવાલા. વિપુલ જેપીવાલા વ્યવસાયે આર્કિટેક્ટ અને એન્જિનિયર છે, સાથે તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પણ મોટા પ્રશંસક છે. આ જ કારણ છે કે તેમણે 17 સપ્ટેમ્બરના રોજ તેમના જન્મદિવસના અવસર પર પોતાના વ્યવસાયની સાથે સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું પોટ્રેટ પણ તૈયાર કર્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું પોટ્રેટ બનાવનાર વિપુલ જેપીવાલા મોદીના મોટા ફેન છે. તેનો અંદાજ આ આકર્ષક પોટ્રેટ પરથી જ લગાવી શકાય છે.
Bharuch news: ‘સાંસદને કામ હોય તો નીચે આવે’ ડોક્ટરના જવાબથી મનસુખ વસાવા થયા લાલઘૂમ પછી?- Video
એક પોટ્રેટમાં ચાર અલગ અલગ પ્રકારના હીરાનો ઉપયોગ
પીએમ મોદીની લોકપ્રિયતા માત્ર દેશમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં સતત વધી રહી છે. આગામી 17મી સપ્ટેમ્બરે પીએમ મોદીનો જન્મદિવસ છે, તેથી તેમના ચાહકો તેમના માટે કંઈક ખાસ કરવા માંગે છે. સુરતના આર્કિટેક્ટ એન્જિનિયરે 7200 હીરાથી જડિત પોટ્રેટ બનાવ્યું છે. તે ચાર અલગ-અલગ રંગના હીરાથી બનેલું છે, જેમાં દાઢી અને વાળ માટે સફેદ રંગના હીરા, ચહેરા માટે ત્વચાના રંગના હીરા અને કોટ માટે અલગ-અલગ રંગના હીરા છે. ત્વચા, વાળ અને દાઢી અનુસાર આ પોટ્રેટ માટે સમાન રંગના હીરા પસંદ કરવામાં આવ્યા હતા. આ પોટ્રેટ બનાવવામાં લગભગ ત્રણ મહિનાનો સમય લાગ્યો હતો. જો તેના નિર્માતા વિપુલ જેપીવાલાની વાત માનીએ તો તેમને આ ડાયમંડ પોટ્રેટ બનાવવાનો વિચાર ત્યારે આવ્યો જ્યારે પીએમ મોદી યુએસ ટૂર પર ગયા હતા અને ત્યાં તેમણે ફર્સ્ટ લેડીને હીરા ભેટમાં આપ્યો હતો. વિપુલ ઈચ્છે છે કે તેનું આ પોટ્રેટ પીએમ મોદી સ્વીકારે. ડાયમંડનું કામ તેમના માટે પહેલું હતું, તેને તૈયાર કરવામાં લગભગ સાડા ત્રણ મહિનાનો સમય લાગ્યો હતો. તેણે દરેક હીરાને પોતાના હાથથી ફીટ કર્યા છે. જ્યારે તેની કિંમત વિશે કહેવામાં આવે છે કે પીએમ મોદીની સામે તેની કોઈ કિંમત નથી. અમે આ પોટ્રેટને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુધી પહોંચાડવા માંગીએ છીએ.
ADVERTISEMENT