Surat Heavy Rain : દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. ભારે વરસાદના કારણે દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. જેમાં સુરત જિલ્લાના ઉમરપાડામાં 6 કલાકમાં ઉમરપાડામાં 14 ઈંચ વરસાદ ખાબકતા જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. તો અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા છે.
ADVERTISEMENT
દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો
સુરત જિલ્લામાં હવામાન વિભાગની આગાહી વચ્ચે આજરોજ સવારે સુરત જિલ્લામાં ફરી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. વહેલી સવારથી ભારે વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદને પગલે લોકોનાં ઘર, મંદિર, ખેતરો પાણીમાં ગરકાવ થયાં છે.
ઉમરપાડામાં 6 કલાકમાં 14 ઈંચ વરસાદ
ઉમરપાડા તાલુકામાં 6 કલાકમાં 14 ઈંચ વરસાદથી નદી, નાળાં, ચેકડેમો ઓવરફ્લો થયાં છે. ગળાડૂબ પાણી ભરાતાં લોકોને ઘરવખરી સહિત જાનમાલને નુકસાન પહોંચ્યું છે. ખેતરોમાં પાણી ફરી વળ્યાં છે, તો ધોધમાર વરસાદથી ઉમરપાડાના આંબા, કેવડી ગામ સંપર્ક વિહોણા બન્યા છે.
બે કાંઠે વહેતી થઈ નદીઓ
ઉમરપાડામાં વરસાદને પગલે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદને પગેલ મોહન નદી, વીરા નદીનું રૌદ્રરુપ જોવા મળી રહ્યું છે. ધોધમાર વરસાદથી ચેકડેમ ઓવરફ્લો થયા છે.
ADVERTISEMENT