Surat News: ગુજરાતમાં હીટવેવનો પ્રકોપ યથાવત છે. હવામાન વિભાગની આગાહી મુજબ હજુ ચારથી પાંચ દિવસ હીટવેવથી કોઈ રાહત મળે તેવી શક્યતા જણાતી નથી. તાપમાનના સતત ઊંચે જતા પારાના કારણે હવામાન વિભાગ દ્વારા રાજ્યના 13 જિલ્લામાં ગરમીનું ઓરેન્જ એલર્ટ અને 10 જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આનો અર્થ એ થયો કે સમગ્ર ગુજરાત ભીષણ ગરમીના કારણે રીતસર અગનભઠ્ઠીમાં ફેરવાઈ ગયું છે. આ વચ્ચે સુરતમાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સુરતમાં ગરમીના કારણે છેલ્લા 24 કલાકમાં 10 લોકોના મોત થયા છે. જ્યારે 12 લોકો સારવાર હેઠળ હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
ADVERTISEMENT
સુરતમાં 24 કલાકમાં 10 લોકોના મોત!
પ્રાપ્ત વિગતો અનુસાર, સુરતમાં છેલ્લા 24 કલાકમાં ગભરાણ બાદ અચાનક બેભાન થયા બાદ 10 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે. આ 10 લોકોમાંથી એક વ્યક્તિનું હીટસ્ટ્રોકના કારણે દુઃખદ અવસાન થયું હોવાનું કહેવામાં આવી રહ્યું છે. તો અન્ય મૃતકોના મૃત્યુ પાછળનું કારણ જાણવા સેમ્પલ ટેસ્ટિંગ માટે મોકલવામાં આવ્યા છે.
આ પણ વાંચોઃ Weather Forecast: આગામી બે દિવસ અમદાવાદમાં રેડ એલર્ટ, હવામાન વિભાગે હિટવેવની કરી આગાહી
12 લોકો સારવાર હેઠળ!
તો બીજી બાજુ શહેરની હોસ્પિટલમાં 12 લોકોને સારવાર અપાઈ રહી છે. સિવિલમાં 8 દર્દીઓ અને સ્મીમેરમાં 4 દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે. સુરત સવાય વડોદરામાં પણ છેલ્લા 7 દિવસમાં 19 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.
આ પણ વાંચોઃ Weather Forecast: ગુજરાતમાં આ તારીખથી ચોમાસાની 'એન્ટ્રી',જાણો અત્યારે ક્યાં પહોંચ્યુ મૉનસૂન?
સુરતની હોસ્પિટલમાં અલાયદો વોર્ડ શરૂ કરાયો
રાજ્યના આકાશમાંથી જાણે કે અગનવર્ષા થઈ રહી હોવાથી હીટ સ્ટ્રોકના કેસ પણ સતત વધી રહ્યા છે. હીટવેવની ચેતવણીના પગલે સુરતની હોસ્પિટલમાં અલાયદો વોર્ડ શરૂ કરાયો છે અને દર્દીઓને કઈ રીતે સારવાર આપવી તે અંગે મેડિકલ ઓફિસર, નર્સિંગ સ્ટાફ વગેરેને માર્ગદર્શ આપવામાં આવ્યું છે.
ADVERTISEMENT