મંત્રી પદ કપાવા અંગે પરશોત્તમ રૂપાલાનું મોટું નિવેદન, કહ્યું- 'પક્ષ અને વડાપ્રધાન...'

Gujarat Tak

• 05:36 PM • 14 Jun 2024

લોકસભા ચૂંટણી દરમિયાન ગુજરાતમાં સૌથી વધુ ચર્ચિત રહેનારા રાજકોટ બેઠકના સાંસદ પરશોત્તમ રૂપાલાની આ વખતે મંત્રીમંડળમાંથી બાદબાકી કરવામાં આવી છે.

Parshottam Rupala

પરશોત્તમ રૂપાલા

follow google news

Parshottam Rupala Controversy : લોકસભા ચૂંટણી દરમિયાન ગુજરાતમાં સૌથી વધુ ચર્ચિત રહેનારા રાજકોટ બેઠકના સાંસદ પરશોત્તમ રૂપાલાની આ વખતે મંત્રીમંડળમાંથી બાદબાકી કરાઈ છે. ત્યારે આ અંગે તેમણે રાજકોટમાં કહ્યું કે, 'મંત્રી પદ આપવા ન આપવાના કોઈ કારણો હોતા નથી.'

આ પણ વાંચો

રાજકોટ લોકસભા બેઠક પર સાંસદ બન્યા બાદ પરશોત્તમ રૂપાલા પહેલીવાર  રાજકોટ પહોંચ્યા હતા. અહીં તેમણે જિલ્લા પંચાયતમાં પદાધિકારીઓ અને અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. તેમણે જિલ્લા પંચાયતના બિલ્ડીંગના નવ નિર્માણને લઇને પદાધિકારીઓ અને અધિકારીઓ પાસેથી વિગતો મેળવી હતી. આ દરમિયાન તેમણે પત્રકારોના સવાલોના જવાબ આપ્યા હતા. જેમાં તેમણે મંત્રીપદ અંગે પણ વાત કરી હતી.

મંત્રી પદ કપાવા અંગે પરશોત્તમ રૂપાલાનું નિવેદન

રૂપાલાએ કહ્યું કે, મંત્રીપદ આપવાના અને ન આપવાના કોઈ કારણો હોતા નથી. પક્ષ અને પ્રધાનમંત્રીનો જે નિર્ણય હશે તે યોગ્ય હશે. તેમના નિર્ણયનું હું સ્વાગત કરું છું.

4 લાખથી વધુ મતે રૂપાલાની થઈ જીત

જણાવી દઈએ કે, રાજકોટ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડતા સમયે ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ પોતાના ચૂંટણીપ્રચાર દરમિયાન ક્ષત્રિય સમાજ અંગે વિવાદિત ટિપ્પણી કરી હતી. જોકે, ત્યારબાદ તેમણે ત્રણ થી ચાર વખત માફી માગી હતી. જોકે ક્ષત્રિય સમાજે માફી ન આપી. ક્ષત્રિય સમાજે રૂપાલાની ટિકિટની ઉગ્ર માગ સાથે રાજ્યભરમાં મહાઆંદોલન શરૂ કર્યું હતું. જોકે, રાજકોટ બેઠક પર પરશોત્તમ રૂપાલાની જીત થઈ હતી. ભાજપના પરશોત્તમ રૂપાલાને 8,57,984 મત મળ્યા છે. જ્યારે કોંગ્રેસના પરેશ ધાનાણીને 3,73,724 મત મળ્યા છે. આમ, રૂપાલા ચાર લાખથી વધુ મતે જીત્યા હતા.

(ઈનપુટ - રોનક મજેઠિયા, રાજકોટ)
 

    follow whatsapp