Ahmedabad: 'બહાર જમવા જાઉં છું’ કહીને નીકળેલા યુવકનો ઘરે આવ્યો મૃતદેહ, પરિવારમાં માતમ

Ahmedabad Accident News : અમદાવાદના એસ.જી હાઈવે પર ફરી અકસ્માતનો બનાવ બન્યો છે. જેમાં બે કાર વચ્ચે ભયાનક અકસ્માત સર્જાતા બે લોકોના કમકમાટી ભર્યા મોત નિપજ્યાં છે. તો એક યુવકની સોલા સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

Ahmedabad Accident News

S.G હાઈવે ફરી રક્તરંજીત બન્યો!

follow google news

Ahmedabad Accident News : અમદાવાદના  એસ.જી હાઈવે પર ફરી અકસ્માતનો બનાવ બન્યો છે. જેમાં બે કાર વચ્ચે ભયાનક અકસ્માત સર્જાતા બે લોકોના કમકમાટી ભર્યા મોત નિપજ્યાં છે. તો એક યુવકની સોલા સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આપને જણાવી દઈએ કે, ગત 1 જુલાઈના રોજ અમદાવાદના બોપલ પાસે એસ.પી રિંગરોડ પર થાર અને ફોર્ચ્યુનર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં ત્રણ લોકોના મોત નિપજ્યાં હતા. 

પેલેડિયમ મોલ પાસે સર્જાયો અકસ્માત

મળતી માહિતી અનુસાર, અમદાવાદના કુબેરનગરમાં રહેતા અલ્પેશ ગાગડેકર (ઉં.વ 30) મિત્રો સાથે જમવા જઈ રહ્યા હતા. તેઓ ઘરેથી એવું કહીને નીકળા હતા કે  ‘હું બહાર જમવા જાઉં છું, આવતા મોડું થશે’ જે બાદ તેમની કારનો એસ.જી હાઈવે પર પેલેડિયમ મોલ પાસે અકસ્માત સર્જાયો હતો. SG હાઈવે પરના પેલેડિયમ મોલ પાસે બે કાર વચ્ચે અકસ્માત સર્જાતા કારનો કુરચો બોલી ગયો હતો. જેમાં અલ્પેશભાઈનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. 

એક યુવકનું સારવાર દરમિયાન મોત

જ્યારે અન્ય ઈજાગ્રસ્તોને સારવાર અર્થે સોલા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન સવારના 11.15 વાગ્યા આસપાસ 28 વર્ષીય કમલ અડવાણી નામના વ્યક્તિનું મોત નિપજ્યું છે. તો અન્ય એક વ્યક્તિને ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે સોલા સિવિલમાં દાખલ છે. હાલ પોલીસે અકસ્માત સમયના સીસીટીવી શોધવાના પણ પ્રયાસ હાથ ધર્યા છે.

પરિવાર પર આભ તૂટી પડ્યું

તો બીજી બાજુ અલ્પેશ ગાગડેકરના અવસાનના સમાચાર સાંભળીને પરિવાર પર આભ તૂટી પડ્યું છે.  તો બે બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી છે. હાલ તો સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી છે. 

    follow whatsapp