ગુજરાતના પંચાયત વિભાગમાં ધરખમ ફેરફાર, સાગમટે 53 તલાટી મંત્રીઓની બદલીનો ઓર્ડર ફાટ્યો

Gujarat Tak

• 10:29 AM • 11 Jul 2024

Rajkot News : લોકસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ ગુજરાતમાં બદલીની મોસમ જામી હોય તેવું લાગી રહ્યું છે. રાજ્યના પોલીસ વિભાગમાં ધીમે-ધીમે બદલી થઈ રહી છે.

Rajkot News

મોટી ફેરબદલ

follow google news

Rajkot News : લોકસભાની ચૂંટણી  પૂર્ણ થયા બાદ ગુજરાતમાં બદલીની મોસમ જામી હોય તેવું લાગી રહ્યું છે. રાજ્યના પોલીસ વિભાગમાં ધીમે-ધીમે બદલી થઈ રહી છે. અત્યાર સુધીમાં સુરત, અમરેલી, ગાંધીનગર સહિતના જિલ્લાઓના પોલીસ કર્મચારીઓની બદલી થઈ ચૂકી છે. ત્યાં હવે પંચાયત વિભાગમાં બદલીના સમાચાર સામે આવી રહ્યા છે.  રાજકોટમાં જિલ્લાના એક સાથે 53 તલાટી કમ મંત્રીઓની બદલી કરવામાં આવી છે. 

એક સાથે 53 તલાટી મંત્રીઓની બદલી

રાજકોટ જિલ્લા પંચાયતના નાયબ જિલ્લા વિકાસ અધિકારી ઈલાબેન ગોહિલ દ્વારા જિલ્લામાં ફરજ બજાવતા 53 જેટલા તલાટી કમ મંત્રીઓની વહીવટી અને માંગણી મુજબ બદલી કરવામાં આવી છે. નાયબ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા 44 તલાટીની તેમની માંગણી પ્રમાણે તો 9 તલાટીની વહીવટી કારણોસર બદલી કરવામાં આવી છે. 

નાયબ જિલ્લા વિકાસ અધિકારીનો આદેશ

નાયબ જિલ્લા વિકાસ અધિકારી આઈ.જી ગોહિલે આ હુકમની તાત્કાલિક અસરથી અમલવારી કરવા અને જે તે તાલુકા વિકાસ અધિકારીઓએ બદલી કરવામાં આવી છે તેવા તલાટી કમ મંત્રીઓને છૂટા કરવા અને હાજર કરવાની સૂચના આપી છે. 


જાણો કોની ક્યાં કરાઈ બદલી

ઈનપુટઃ રોનક મજીઠિયા, રાજકોટ

    follow whatsapp