રાજકોટ: રાજકોટમાં પતિ-પત્ની ઔર વોનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં પતિ અન્ય યુવતી સાથે બેઠેલો હતો. અચાનક પત્નીને જાણ થતા તે ત્યાં પહોંચી ગઈ હતી અને રણચંડી બનીને જાહેરમાં ભારે ધમાલ મચાવી હતી. સમગ્ર ઘટના રાહદારીઓએ પોતાના કેમેરામાં કેદ કરી લીધી હતી, જેનો વીડિયો હાલમાં વાઈરલ થઈ રહ્યો છે.
ADVERTISEMENT
વિગતો મુજબ, રાજકોટના રેસકોર્સ રીંગરોડ પર એક યુવક અને યુવતી બાંકડા પર બેઠેલા હતા. બંને હળવા મસ્તીના મૂડમાં હતી. દરમિયાન અચાનક ત્યાં યુવકની પત્ની પહોંચી જાય છે અને જાહેરમાં હંગામો મચાવી દે છે. પત્ની પતિનું કાઠલું પકડી લે છે. જોકે પ્રેમિકા તેને બચાવવા જતા મહિલા તેને પણ તતડાવી નાખે છે. જોકે સ્થળ પર લોકોની ભીડ ભેગી થઈ જતા પ્રેમિકા શરમના માર્યા ત્યાંથી ભાગી જાય છે અને દૂર જઈને બીજા બાંકડા પર બેસી જાય છે.
પરંતુ પોતાનું ઘર ભાંગતા ગિન્નાયેલી પત્ની આટલેથી અટકતી નથી અને પતિની પ્રેમિકાની પાછળ દોડ મૂકે છે અને તેનો પણ વારો પાડી દે છે. મહિલાનો આરોપ છે કે, તેને બાળક હોવા છતાં યુવતી બે વર્ષથી તેનું ઘર ભાંગી નાખ્યું છે અને તેના પતિ સાથે રહે છે.
ADVERTISEMENT