Rajkot News: રાજકોટમાં વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ટ્રેનમાં હતા

Vande Bharat Stone Pelting: રાજકોટમાં વંદે ભારત ટ્રેન (Vande Bharat Train) પર પથ્થરમારાની ઘટના સામે આવી છે. રાજકોટ નજીક બિલેશ્વર સ્ટેશન પાસેથી ટ્રેન પસાર થઈ…

gujarattak
follow google news

Vande Bharat Stone Pelting: રાજકોટમાં વંદે ભારત ટ્રેન (Vande Bharat Train) પર પથ્થરમારાની ઘટના સામે આવી છે. રાજકોટ નજીક બિલેશ્વર સ્ટેશન પાસેથી ટ્રેન પસાર થઈ તે સમયે અજાણ્યા શખ્સોએ ટ્રેન પર પથ્થરમારો કર્યો હતો. આ ઘટના મોડી રાત્રે 9 વાગ્યા આસપાસ બની હતી. પથ્થર ફેંકવાથી ટ્રોનના કોચના કાચને પણ નુકસાન પહોંચ્યું છે. ખાસ વાત એ છે કે ટ્રેન પર પથ્થરમારો થયો તે સમયે તેમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghavi) પણ મુસાફરી કરી રહ્યા હતા. સમગ્ર મામલે રેલવે પોલીસે તપાસ શરૂ કરી છે.

બિલેશ્વર સ્ટેશન પાસે ટ્રેન પર પથ્થર મારો

વિગતો મુજબ, અમદાવાદથી જામનગર જતી વંદે ભારત ટ્રેન ગુરુવારે રાત્રે 9 વાગ્યે રાજકોટના બિલેશ્વર સ્ટેશન પાસે પહોંચી ત્યારે ટ્રેન પર પથ્થર મારો થયો હતો. જેમાં વંદે ભારત ટ્રેનના કોચમાં લગાવેલા કાચને ભારે નુકસાન પહોંચ્યું હતું. ટ્રેન પર હુમલાની ઘટના સમયે હર્ષ સંઘવી પણ તેમાં મુસાફરી કરી રહ્યા હતા. ત્યારે રાજકોટ રેલવે પોલીસ સ્ટેશનમાં પથ્થર ફેંકનારા અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધવામાં આવ્યો છે અને તપાસ શરૂ કરાઈ છે.

ગૃહમંત્રી રાજકોટથી વોલ્વો બસમાં અમદાવાદ આવ્યા

ખાસ છે કે ગૃહ મંત્રી હર્ષ સંઘવી વંદે ભારત ટ્રેનમાં બેસીને ગુરુવારે રાત્રે રાજકોટ પહોંચ્યા હતા. વંદે ભારતની સફર કર્યા બાદ ગુજરાતના વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ રાજકોટ ST બસ સ્ટેન્ડ પર લોકો સાથે વાતચીત કરી હતી અને બસ સ્ટેન્ડમાં તમામ સુવિધાઓ ચકાસ્યા બાદ વોલ્વોમાં રાજકોટથી અમદાવાદ આવવા માટે રવાના થયા હતા.

    follow whatsapp