Rajkot News: રાજકોટમાં ગણેશ વિસર્જન દરમિયાન બે લોકોના ડૂબી જવાની ઘટના સામે આવી છે. ગણેશ વિસર્જન કરતા સમયે આજી ડેમમાં મામા-ભાણેજના ડૂબી જવાથી મોત થઈ ગયા છે. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં માણા-ભાણેજ ડેમમાં ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરવા જતા દેખાય છે. જોકે ડેમના પાણીમાં ઊંડે સુધી જવાના કારણે તેઓ ડૂબવા લાગે છે.
ADVERTISEMENT
વિસર્જન માટે ડેમમાં ઊંડે સુધી ગયા હતા
વિગતો મુજબ, રાજકોટના મણિનગર સોસાયટીના રહીશો ગણેશ વિસર્જન માટે ગયા હતા. દરમિયાન માણા-ભાણેજ મૂર્તિ વિસર્જન કરવા આજી ડેમમાં અંદર સુધી ગયા હતા. ડેમમાં ઊંડે પાણીનો તળ વધુ હોવાના કારણે તેઓ ડૂબવા લાગ્યા ગતા. ઘટના સમયે અન્ય વ્યક્તિ પણ તેમની સાથે હતી, જોકે તે તરીને બહાર નીકળી ગઈ હતી, પરંતુ મામા-ભાણેજ તરફડિયા મારતા ડૂબી ગયા હતા.
ફાયરબ્રિગેડે બંનેના મૃતદેહ બહાર કાઢ્યા
બનાવની જાણ થતા જ ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર પહોંચી ગઈ હતી અને બંને મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા. અચાનક આ રીતે મામા-ભામેજનું મોત થતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું, તો સોસાયટીમાં પણ તહેવાર સમયે ખુશીનો માહોલ માતમમાં ફેરવાઈ ગયો હતો.
(ઈનપુટ: નિલેશ શિશાંગિયા- રાજકોટ)
ADVERTISEMENT