Rajkot Game zone Fire: રાજકોટ અગ્રિનકાંડ તથ્ય પટેલ કેસ જેટલો જ ગંભીર? બન્ને કેસમાં કેટલી સમાનતા?

Rajkot TRP Game Zone fire: રાજકોટ અગ્નિકાંડમાં 28 લોકોના મોત થઈ ચૂક્યા છે. ગુજરાતમાં આ કોઈ પહેલો કિસ્સો નથી કે જ્યારે એક સાથે આટલા લોકોના મોત થયા હોય અને તે પણ તંત્રના પાપે.

Rajkot TRP Game Zone fire vs Tathya Patele

Rajkot TRP Game Zone fire vs Tathya Patele

follow google news

Rajkot TRP Game Zone fire Updates: રાજકોટ અગ્નિકાંડમાં 28 લોકોના મોત થઈ ચૂક્યા છે. ગુજરાતમાં આ કોઈ પહેલો કિસ્સો નથી કે જ્યારે એક સાથે આટલા લોકોના મોત થયા હોય અને તે પણ તંત્રના પાપે. તંત્રના પાપે એટલા માટે કારણ કે TRP ગેમઝોન પાસે NOC ન હોવા છતાં ત્રણ વર્ષથી આ ધંધો ચાલતો હતો. 6 લોકો સામે પોલીસ FIR નોંધવામાં આવી છે. તમામ સામે કૂલ પાંચ કલમ લગાડવામાં આવી છે. TRP અગ્નિકાંડના આરોપીઓ સામે લગાવવામાં આવેલી કલમોથી સવાલ થાય કે શું આ કિસ્સામાં તથ્ય પટેલ કાંડ જેવી સમાનતા દેખાઈ આવે છે. આમ તો આ બન્ને કિસ્સા અલગ છે પણ આરોપીઓ સામે લગાવવામાં આવેલી કલમોથી માલુમ પડે છે કે બન્ને કિસ્સામાં સામ્યતા છે.

રાજકોટ અગ્નિકાંડમાં આરોપીઓ સામે કઈ-કઈ કલમો ઉમેરાઈ?

FIR પ્રમાણે 6 આરોપીઓ સામે કુલ પાંચ કલમો ઉમેરવામાં આવી છે. જેમાં IPCની 304, 308, 337, 338,338, 114 કલમનો ઉમેરવામાં આવી છે.

તથ્યકાંડ અને રાજકોટ અગ્નિકાંડમાં કઈ કલમો સમાન ?

તથ્યકાંડનો કિસ્સો તમને યાદ જ હશે. અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર તથ્ય પટેલ નામના નબિરાએ પૂરપાટ ઝડપે કાર હંકારી 10થી વધુ લોકોને અડફેટે લીધા હતા જેમાં 10 લોકોના મોત થયા હતા. આ કેસમાં તથ્ય સામે કૂલ 10 કલમો ઉમેરવામાં આવી હતી જેમાંથી 4 કલમો એવી છે જે રાજકોટ અગ્નિકાંડના આરોપીઓ પર પણ લગાવવામાં આવી છે.

Gujarat Tak Exclusive: રાજકોટ અગ્નિકાંડની FIR માં સૌથી મોટો ખુલાસો, જાણો કોણ છે મુખ્ય આરોપી

બન્ને કેસમાં સમાન કલમો

IPCની કલમ 304 - હત્યા ન ગણાય તેવા ગુનામાં મનુષ્યવધ માટે સજા. આ ગુનામાં 10 વર્ષ સુધીની સજાની જોગવાઈ છે.

IPCની કલમ 337 – પોતાની ભુલથી બીજા લોકોના જીવ જોખમમાં મૂકવા. આ કલમ હેઠળ વધુમાં વધુ 6 મહિનાની સજાની જોગવાઈ છે.

IPCની કલમ 338 - કોઈ ભયજનક પ્રવૃત્તિ કરીને બીજાના જીવને જોખમમાં મુકવો. આ કલમ હેઠળ 2 વર્ષ સુધીની સજાની જોગવાઈ છે.

IPCની કલમ 114 - ગુનાના સમયે વ્યક્તિની હાજરી હોવી.


કલમ 308 રાજકોટ અગ્નિકાંડમાં ઉમેરાઈ

પાંચમાંથી એક માત્ર કલમ 308 છે જે તથ્ય પટેલના કેસમાં ઉમેરવામાં આવી નહોતી. IPCની કલમ 308નો મતલબ છે જાણીજોઈને ગુનો કરનાર. એટલે તેનો સીધો મતલબ એ થયો કે અગ્નિકાંડના કિસ્સામાં પોલીસે તમામ આરોપીઓ સામે આ કેસ નોંધીને કેસનો વધુ મજબૂત કરવાનો પ્રયાસ કર્યો છે.

Rajkot Game Zone Fire: સંચાલકો ચતુર કાગડા, કોનું પીઠબળ અને કોના આશીર્વાદ?

સવાલ યથાવત્

FIR માં IPC ની કલમો તો ઉમેરવામાં આવી છે પણ સવાલ એ થાય કે આ સમગ્ર કાંડમાં જવાબદાર કોને ગણવા? શું FIR માં નોંધેલા માત્ર 6 લોકોને જ ગુનેગાર ગણવા કે પછી એ તમામ અધિકારીઓને પણ જેમણે NOC વગર આ ગેમઝોનને ધમધમતુ રાખવામાં મદદ કરી કે પછી એ અધિકારીઓને જેણે આ વાતને નજર અંદાજ કરી. ખેર આશા રાખીએ કે સત્ય સામે આવે અને 28 લોકોના મોતના એ તમામ જવાબદારો સામે કડક કાર્યવાહી થાય.
 

    follow whatsapp