Rajkot TRP Game Zone fire: એકબીજા પર જવાબદારીઓ ઢોળતા અધિકારીઓ....તો વાંક કોનો?

Rajkot TRP Game Zone fire Update: રાજકોટના નાના મૌવા પરના TRP ગેમ ઝોનની આગમાં 28 જિંદગી બળીને ખાખ થઈ હતી. દરેક વખતની જેમ ફરી બેદરકારી બાદ તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયો છે.

Rajkot TRP Game Zone fire

Rajkot TRP Game Zone fire

follow google news

Rajkot TRP Game Zone fire Update: રાજકોટના નાના મૌવા પરના TRP ગેમ ઝોનની આગમાં 28 જિંદગી બળીને ખાખ થઈ હતી. દરેક વખતની જેમ ફરી બેદરકારી બાદ તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. એવામાં હવે અગ્નિકાંડમાં  અધિકારીઓની જવાબદારી પર સવાલ ઉઠયા છે, ત્યાર દરેક જવાબદાર વિભાગ પોતપોતાની રીતે બચવાનો પ્રયાસ કરી રહ્યો છે. ચાલો આપણે જાણીએ કે જવાબદાર વિભાગ એટલે કે પોલીસ વિભાગ, રાજકોટ મહાનગરપાલિકા
અને ફાયર વિભાગને જ્યારે સવાલ કરવામાં આવે છે ત્યારે તેમણે જવાબ શું આપ્યા હતા.

પોલીસ વિભાગએ શું કહી હાથ ખંખેરી નાખ્યા?

રાજકોટ-પોલીસ કમિશનર રાજુ ભાર્ગવનું મોટું  નિવેદન સામે આવ્યું છે. પોલીસ વિભાગે ટિકીટ માટે મંજૂરીની પરવાનગી આપી હોવાની વાતનો સ્વીકાર કર્યો છે, જો કે આ લાયસન્સ આપતા પહેલા જરૂરી વિભાગોની પરવાનગી મળવી જરૂરી હતી. પરંતુ પોલીસ કમિશનરે કહ્યું કે ફાયર NOC માટે પ્રક્રિયા ચાલુ હોવાનો કંપનીએ દાવો કર્યો હતો. પોલીસે ફાયરના બિલ તેની પાસે રજૂ કર્યા હતા તેવું કહીને પોતાની જવાબદારીમાંથી હાથ ખંખેરી નાખ્યા છે.

રાજકોટનું 'મોતઝોન' : ગેમઝોન પહેલાના અને પછીના દ્રશ્યો, હાલત જોઈ તમારું હૈયું હચમચી જશે

રાજકોટ મહાનગરપાલિકાએ શું કહ્યું છે?

કોઇપણ બાંધકામની જવાબદારી ટીપી શાખાની હોય છે જો કે રાજકોટ મહાનગરપાલિકાના ટીપી શાખાએ કહ્યું કે, હંગામી બાંધકામ અને ડોમ પ્રકારના બાંધકામમાં ટીપી શાખાની કોઇ મંજૂરીની આવશ્યકતા નથી જેના કારણે ટીપી શાખાએ જવાબદારીમાંથી છટકબારી કરી દીધી છે.

ફાયર વિભાગ કેવી રીતે કરી છટકબારી

આવડી મોટી ઘટનામાં ફાયર વિભાગની સીધી જવાબદારી હોય છે પરંતુ ચીફ ફાયર ઓફિસરે દાવો કર્યો છે કે, તેની પાસે ફાયર NOC માટે કોઇ અરજી આવી નથી.  તેઓએ કોઇ NOC પણ આપી નથી. આ પ્લોટ રહેણાંક વિસ્તારમાં ખાલી પ્લોટ હતો જેમાં આ બાંધકામ કરવામાં આવ્યું જો કે નિયમોની આંટીઘુંટી બતાવીને અધિકારીઓ પોતાની જવાબદારીમાંથી હાથ ખંખેરી રહ્યા છે.

'મોતના ગેમ ઝોન'ના મુખ્ય આરોપી યુવરાજસિંહ સોલંકી પર કોનો હાથ? ગોંડલ-રાજસ્થાન કનેક્શન પણ સામે આવ્યું

    follow whatsapp