Rajkot Crime News: હત્યાના પ્રયાસ, મારામારી, ગુજસીટોક સહિતના ગુનામા પોલીસ ચોપડે ચડી ચૂકેલા કુખ્યાત 36 વર્ષીય આરોપી યાસીન ઉર્ફે ભૂરો કૈયડાની ધરપકડ દુષ્કર્મના ગુનામાં રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી છે. હિન્દુ નામ ધારણ કરીને વિધવા મહિલાને લગ્નની લાલચ આપી ત્રણ ત્રણ સંતાનોને જન્મ અપાવી બળજબરીપૂર્વક દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
ADVERTISEMENT
વિધવા મહિલાને પ્રેમજાળમાં ફસાવી
34 વર્ષીય મહિલા દ્વારા ગત 18મી એપ્રિલના રોજ રાજકોટના મહિલા પોલીસ સ્ટેશન ખાતે આઇપીસી 376 (2)(N), 323 504 અંતર્ગત યાસીન ઉર્ફે ભૂરો કૈયડા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જે અંતર્ગત રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા અગાઉ ગુજસીટોક સહિતના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂકેલા 36 વર્ષીય યાસીન ઉર્ફે ભૂરો કૈયડાની ધરપકડ કરવામાં આવી છે. આરોપી દ્વારા હિન્દુ નામ ધારણ કરીને વિધવા સ્ત્રી સાથે મિત્રતા કેળવવામાં આવી હતી. ત્યારબાદ લગ્નની લાલચ આપી અનેક વખત દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હતું. આરોપી વિરુદ્ધ રાજકોટ શહેર ખાતે 2015 થી લઈ અત્યાર સુધીમાં 5 જેટલા ગુના નોંધાઈ ચૂક્યા હોવાનું સામે આવ્યું છે. જેમાં હત્યાનો પ્રયાસ, મારામારી, ગુજસીટોક સહિતની કલમ હેઠળ ગુના નોંધાઇ ચૂક્યા છે. તેમજ વર્ષ 2019 માં પાસા અંતર્ગત કાર્યવાહી પણ કરવામાં આવી છે.
શું છે સમગ્ર મામલો?
રાજકોટ ડીસીપી ક્રાઈમ પાર્થરાજસિંહ ગોહિલના જણાવ્યા પ્રમાણે 34 વર્ષીય મહિલા દ્વારા મહિલા પોલીસ સ્ટેશનને આપેલી ફરિયાદમાં જણાવવામાં આવ્યું હતું કે, પોતે ટિફિન સર્વિસ તેમજ કપડાં વેચવાના વ્યવસાય સાથે સંકળાયેલી છે. આશરે 14 વર્ષ પૂર્વે તેના પતિએ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આઠ વર્ષ પૂર્વે તેનો સંપર્ક યાસીન ઉર્ફે ભૂરા સાથે થયો હતો. સંપર્ક થતા બંને વચ્ચે ફોનના માધ્યમથી વાતચીત પણ થતી હતી. તેમજ યાસીન ઉર્ફે ભૂરો અવારનવાર મળવા પણ આવતો હતો. જે તે સમયે યાસીન ઉર્ફે ભૂરાએ પોતાની ઓળખાણ રાહુલ પ્રજાપતિ હોવાની આપી હતી. તો સાથે જ પોતાના છૂટાછેડા થઈ ગયા છે તેમ કહી પોતાના માતા પિતાને ભાઈ બહેનને પણ મેળવેલા હતા.
ગુજરાત બોર્ડ ધો.10 અને 12નું રિઝલ્ટ whatsapp અને SMS દ્વારા આ રીતે કરો ચેક, જુઓ સ્ટેપ બાય સ્ટેપ
લગ્નની લાલચ આપીને દુષ્કર્મ આચર્યા હોવાનો આરોપ
ત્યારબાદ મહિલાને કહ્યું હતું કે, આપણે રિલેશનશિપમાં રહીએ ત્યારબાદ આપણે લગ્ન કરી લેશું તેમ કહ્યું હતું. જેના કારણે મહિલા તેમજ યાસીન ઉર્ફે ભૂરો એક જ ફ્લેટમાં સાથે રહેતા હતા. જે દરમિયાન લગ્નની લાલચ આપીને મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ પણ બાંધતો હતો. જેના કારણે મહિલાને ત્રણ સંતાન પણ થયા હતા. જે પૈકી એક દીકરો મૃત્યુ પામ્યો છે. યાસીન ઉર્ફે ભૂરો ગુજસીટોકના ગુનામાં સાડા ત્રણ વર્ષ જેટલો જેલમાં પણ રહ્યો હતો. જેલમાંથી બહાર આવ્યા બાદ યાસીનની માતાએ તેની ચડામણી કરી હતી કે, હું ફોનના માધ્યમથી અન્ય કોઈ સાથે વાતચીત કરું છું. જેના કારણે યાસીન શંકા કુશંકા કરવા લાગ્યો તેમજ માર પણ મારવા લાગ્યો હતો. ત્યારબાદ યાસીનને અવારનવાર લગ્નનું કહેતા તે બહારના બતાવી વાતને ટાળી દેતો હતો. તેમજ મહિલા પાસે રહેલા ટિફિન સર્વિસના તેમજ કપડાના પૈસા જબરજસ્તીથી પડાવી વાપરી નાખતો હતો. મહિલાએ પોલીસને આપેલી ફરિયાદમાં જણાવ્યું છે કે યાસીનને ડ્રગ્સ લેવાની પણ આદત છે.
Ahmedabad: બેફામ દોડતી AMTS બસે ટુ-વ્હીલર પર જતા આધેડને કચડી નાખ્યા, CCTVમાં કેદ થઈ ઘટના
(બાઈલાઇન:-રોનક મજીઠીયા,રાજકોટ)
ADVERTISEMENT