રાજકોટમાં નર્સિંગ સ્ટુડન્ટ અને પરિણીત પ્રેમીકાનો સજોડે આપઘાત, એક જ સાડી પર બંનેએ ફાંસો ખાધો

Rajkot News: રાજકોટના મહીકામાં પરિણીત પ્રેમિકા અને નર્સિંગના વિદ્યાર્થીએ સમાજ પ્રેમને સ્વીકારશે નહીં તેવા ડરથી આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. પ્રેમી અને પરિણીત પ્રેમિકા બંનેએ એક જ સાડી પર ગળે ફાંસો ખાઈ લીધો.

Rajkot News

Rajkot News

follow google news

Rajkot News: રાજકોટના મહીકામાં પરિણીત પ્રેમિકા અને નર્સિંગના વિદ્યાર્થીએ સમાજ પ્રેમને સ્વીકારશે નહીં તેવા ડરથી આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. પ્રેમી અને પરિણીત પ્રેમિકા બંનેએ એક જ સાડી પર ગળે ફાંસો ખાઈ લીધો. ઘટનાની જાણ થતા પોલીસ સ્થળ પર પહોંચી હતી અને બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટપમાં ખસેડવામાં આવ્યા હતા.

યુવક અને યુવતી બંને ભાડે મકાન રાખી રહેતા હતા

વિગતો મુજબ, રાજકોટના મહીકામાં આવેલા રાધિકા પાર્કમાં ભાડે મકાન રાખીને 26 વર્ષનો નર્સિંગનો વિદ્યાર્થી પ્રકાશ ખુમાણ અને લોઠડા ગામની પરિણીત યુવતી ભાવિશા ઉર્ફે ઉર્વશી વાઘેલાએ આપઘાત કરી લીધો. બંનેએ પંખા પર સાડી બાંધીને સાથે ફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધું. 

પાડોશીઓએ પોલીસને કરી આપઘાતની જાણ

આજુબાજુના લોકોએ આપઘાત અંગે આજીડેમ પોલીસને જાણ કરી હતી. જેથી પોલીસનો સ્ટાફ સ્થળ પર દોડી ગયો હતો અને બંનેના મૃતદેહોને નીચે ઉતારીને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ ઘટનાની યુવક અને યુવતીના પરિજનોને જાણ કરવામાં આવી હતી. જોકે ભાવિશાના પતિને આ અંગે જાણ કરાતા તેણે ફોન સ્વીચ ઓફ કરી નાખ્યો હતો. 

મૃતક મહિલાને હતો એક પુત્ર

પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે પ્રકાશ બે બહેનો વચ્ચે એકનો એક ભાઈ હતો અને નર્સિંગ કોલેજમાં અભ્યાસ કરતો હતો. જ્યારે તેના પિતા દરજી કામ કરતા હતા. જ્યારે ભાવિશાને એક પુત્ર હતો અને તેનો પતિ રીક્ષા ચલાવવાનું કામ કરતા હતા. પ્રકાશ અને ભાવિકા છેલ્લા ઘણા મહિલાનાથી મકાન ભાડે રાખીને સાથે રહેતા હતા. જોકે પરિવારના સભ્યો તેમનો સંબંધ નહીં સ્વીકારે તેવા ડરથી બંનેએ સજોડે આપઘાત કરી લીધો હોવાનું હાલમાં અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

    follow whatsapp