Rajkot News: રાજકોટમાં ચાર દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે, રવિવારથી મંગળવાર સુધીમાં શહેરમાં 24 ઇંચ વરસાદ નોંધાયો છે. મંગળવારે રાતે પણ ભારે પવન સાથે જોરદાર વરસાદ વરસ્યો હતો. જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં જળજીવન ખોરવાયો છે. એવામાં શહેરના ત્રિકોણ બાગ નજીક આવેલ SBI બેંકની જિમખાના બ્રાન્ચનાં લોકરરૂમમાં મોટી માત્રામાં પાણી ભરાઈ ગયા છે. જેને કારણે ગ્રાહકોમાં ચિંતા અને આક્રોશની સ્થિતી જોવા મળી છે. લૉકરની ચારે બાજુઓ પાણી-પાણી થઈ ગયું અને ફાઈલોને વસ્તુ તણાઈ રહી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. બેંક મેનેજરના જણાવ્યા મુજબ પાણી કાઢવા માટે ત્રણ મોટર લગાવવામાં આવી છે.
ADVERTISEMENT
લોકરરૂમ છાતી સમા પાણી
આ લોકરરૂમ સેલરની અંદર હોવાથી છાતી સમા પાણી જોવા મળ્યા હતા. પાણીને બહાર નીકળવા માટે બેંકનાં કર્મચારીઓ દ્વારા જુદી-જુદી 3 મોટર મૂકવામાં આવી હતી. જોકે મોટરની કેપસીટી ખૂબ જ નાની હોવાથી પાણી કાઢવામાં ઘણો લાંબો સમય લાગ્યો હતું.
આ બેંકની બેદરકારી છે: ગ્રાહક
બેંક લોકરમાં આ રીતની પરિસ્થિતીને કારણે લોકોના દસ્તાવેજ પાણીમાં તણાયા હતા. એક ગ્રાહક દ્વારા બેંક પર આરોપ કરવામાં આવ્યો કે, આ બેંકની મોટી બેદરકારી છે. જેના કારણે ગ્રાહકોને મોટું નુકસાન થવાની સંભાવના છે. આ અંગે હાલ પાણી કાઢવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. પરંતુ આ માટે મુકેલી મોટર ખૂબ ઓછી કેપેસિટીની છે.
દસ્તાવેજો પલળી જાય તો બેંક જવાબદાર નથી: મેનેજર
સંપૂર્ણ ઘટના પર બ્રાન્ચ મેનેજર વીરેન રાજાએ મીડિયાને ઈન્ટર્વ્યુ આપવાનો કર્યો હતો. જોકે આ અંગેની વિગતો જણાવતા તેમણે કહ્યું હતું કે, ગઈકાલે પડેલા ભારે વરસાદના કારણે લોકરરૂમ ખાતે પાણી ભરાઈ ગયા છે. આ પાણી જમીનમાંથી આવી રહ્યું છે. જેને કારણે ગઈકાલ બાદ વરસાદ ઘટવા છતાં આજે પાણીનું સ્તર ઉંચું આવી ગયું છે. ગ્રાહકોને લોકરમાં રોકડ રકમ અને દસ્તાવેજ રાખવાની મનાઈ જ હોય છે. છતાં જો કોઈએ રાખી હોય અને તે પલળી જાય તો તેના માટે બેંક જવાબદાર નથી.
(ઇનપુટ: રોનક મજેઠીયા, રાજકોટ)
ADVERTISEMENT