VIDEO: Rajkot માં રામનાથ મહાદેવને આજીનો જળાભિષેક, પાણીના પ્રવાહમાં મંદિર જળમગ્ન થયું

Rajkot Rain: રાજકોટમાં સતત ત્રીજા દિવસે અવિરત વરસાદના કારણે રાજકોટની જીવાદોરી સમાન આજી ડેમ ઓવરફ્લો થઈ ગયો છે. આજી નદીમાં નવા નીરથી રામનાછ મહાદેવ મંદિર પાણીમાં ડૂબી ગયું હતું.

Rajkot Rain

Rajkot Rain

follow google news

Rajkot Rain: રાજકોટમાં સતત ત્રીજા દિવસે અવિરત વરસાદના કારણે રાજકોટની જીવાદોરી સમાન આજી ડેમ ઓવરફ્લો થઈ ગયો છે. આજી નદીમાં નવા નીરથી રામનાછ મહાદેવ મંદિર પાણીમાં ડૂબી ગયું હતું. મંદિરના ગુંબજથી થઈને પાણી નીકળતા રામનાથ મહાદેવને આજી નદી જળાભિષેક કરતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. જે રાજકોટમાં વરસાદ બાદનું રૌદ્ર સ્વરૂપ દર્શાવે છે. 

10 કલાકમાં રાજકોટમાં 10 ઈંચ વરસાદ ખાબક્યો

રાજકોટ શહેરમાં છેલ્લા 10 કલાકમાં 10 ઈંચ જેટલા વરસાદથી ચારેકોર પાણી જ પાણી જેવા દ્રશ્યો સર્જાયા છે. વરસાદના કારણે અનેક નીચાણવાળા વિસ્તારો જળમગ્ન થયા છે. વરસાદના કારણે માધાપર ચોકડીમાં નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. રોડ પર ભરાયેલા પાણીમાં કાર અને બસો ડૂબી જતા બંધ પડી ગઈ હતી. તો રૈયા ચોકડી ટેલિફોન એક્સચેન્જ પાસે ઘુંટણસમા પાણી ભરાયા હતા. રાતભર ભારે વરસાદને કારણે મહિલા કોલેજ અંડર બ્રિજ, રેલનગર અંડરબ્રિજ અને પોપટપરા અંડરબ્રિજ બંધ કરાયા છે. લોકોને બિનજરૂરી ઘરની બહાર ન નીકળવા માટે તંત્રની અપીલ કરાઈ છે.

 

    follow whatsapp