Rajkot Crime News: વર્ષ 2019માં ગેરકાયદેસર ગર્ભ પરીક્ષણના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂકેલી ડોક્ટર હિના પટેલ વધુ એક વખત વિવાદમાં સપડાઈ છે. હીના પટેલની બેદરકારીના કારણે એક 21 વર્ષીય યુવતીનું મોત થયું છે. હીના પટેલ ગાયનેકોલોજિસ્ટ ન હોવા છતાં પોતાની હોસ્પિટલમાં ગર્ભવતી મહિલાઓનું ચેકઅપ કરતી હતી. સાથે જ ગર્ભવતી મહિલાઓની ડીલેવરી પણ કરતી હોવાનું સામે આવ્યું છે. આમ, ડિપ્લોમા ઈન હોમિયોપેથીક મેડિસીન એન્ડ સર્જરીની ડીગ્રી ધરાવતી ડોક્ટર હીના પટેલ ફોરમ હોસ્પિટલના ઓથા હેઠળ વર્ષોથી ગાયનેકોલોજિસ્ટ તરીકેની પ્રેક્ટિસ કરી રહી હોવાનું સામે આવ્યું છે.
ADVERTISEMENT
DHMSની ડીગ્રી પર હોસ્પિટલ શરૂ કરી નાખી
આ ઉપરાંત હીના પટેલે નાની એવી હોસ્પિટલ પણ ઊભી કરી લીધી છે. જેમાં તે દર્દીઓને દાખલ કરીને પણ સારવાર કરી રહી છે. DHMS ની ડીગ્રી ધરાવનાર માત્ર હોમીઓપેથી દવા આપી શકે. જ્યારે હીના પટેલ તો એલોપેથિક દવાઓ પણ આપે છે. દર્દીઓને દાખલ કરીને સારવાર પણ આપે છે અને મહિલાઓની પ્રસૂતિ પણ કરાવી રહી છે. ત્યારે સમગ્ર મામલે હિના પટેલ વિરુદ્ધ ભક્તિનગર પોલીસ દ્વારા ગુનો નોંધવામાં આવ્યો છે અને આરોગ્ય વિભાગને તેનું લાઇસન્સ રદ કરવા માટે રિપોર્ટ કરવામાં આવશે.
આ પણ વાંચો: Rajkot News: 4 વર્ષના બાળકને રમતાં રમતાં મળ્યું મોત, રાજકોટનો ચોંકાવનારો કિસ્સો
શું બન્યો છે સમગ્ર બનાવ?
21 વર્ષીય પાયલ સોલંકી નામની પ્રસુતાનું તબીબની બેદરકારીના કારણે મૃત્યુ નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે. સમગ્ર મામલે જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી મૃતકના પરિવારજનોએ મૃતકની લાશ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. જોકે શનિવારના રોજ રાત્રિના અઢી વાગ્યાના અરસામાં ફોરમ હોસ્પિટલના ડોક્ટર હિના પટેલ વિરુદ્ધ આઇપીસી 304 તેમજ એટ્રોસિટી એક્ટ અંતર્ગત ગુનો નોંધાતા પરિવારજનો દ્વારા આખરે લાશ સ્વીકારવામાં આવી છે. પોલીસ દ્વારા હીના પટેલની ધરપકડની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે.
પ્રસુતાના મોતની વાત પરિવારથી છુપાવી
પોલીસને આપેલી ફરિયાદમાં મૃતકના પિતા જીતુ સોલંકીએ જણાવ્યું છે કે, તેમની મરણ જનાર દીકરી પાયલના લગ્ન ચોટીલા તાલુકાના ખાટડી ગામ ખાતે રહેતા અંકિત સાગઠીયા સાથે કરવામાં આવ્યા હતા. ગત વર્ષે 16 ફેબ્રુઆરી 2023 ના રોજ જ્ઞાતિના રીતી રિવાજ મુજબ દીકરીના લગ્ન કરવામાં આવ્યા હતા. દીકરીના સારા દિવસો શરૂ થતા તે આશાપુરા નગર મેઈન રોડ પર આવેલા ફોરમ હોસ્પિટલ ખાતે ડોક્ટર હીના પટેલના દવાખાને ચેકઅપ માટે આવતા હતા. શુક્રવારના રોજ જમાઈ અંકિત અને દીકરી પાયલ ચેકઅપ માટે બતાવવા આવ્યા હતા. ત્યારે ડોક્ટર હીના પટેલે તેને દાખલ કરવાનું કહ્યું હતું તેમજ ડિલિવરી થઈ જાય તેમ છે તે પ્રકારની વાત કરી હતી.
આ પણ વાંચો: રાજકોટમાં કાકા-ભત્રીજાએ 13 વર્ષની સગીરાને પીંખી નાખી, બાળક જન્મતા ડોક્ટરે વેચી માર્યું
ઓપરેશન થિયેટરમાં લઈ જઈને સીઝેરીયન કર્યું
સાંજના સાત વાગ્યાના અરસામાં ડોક્ટર હીના પટેલે જણાવ્યું હતું કે, દીકરી પાયલની નોર્મલ ડીલેવરી થાય તેમ નથી સીઝરિયન કરવું પડશે. ત્યારબાદ તેને ઓપરેશન થિયેટરમાં લઈ જવામાં આવી હતી. રાત્રિના સાડા આઠ વાગ્યાના અરસામાં દવાખાનામાં કામ કરનારી નર્સ દ્વારા કહેવામાં આવ્યું હતું કે દીકરી પાયલે બેબીને જન્મ આપ્યો છે. ત્યારબાદ કહ્યું હતું કે તમારે ચિંતા કરવાની વધુ જરૂર નથી. જો દીકરો હોત તો વધારે તકલીફ પડે પરંતુ દીકરી છે જેથી દીકરીને કશું થશે નહીં અને દીકરી પાયલને પણ કશો વાંધો નહીં આવે. થોડીક વાર બાદ કહ્યું હતું કે, બાળકી દોઢ કિલોની છે નબળી છે તેથી તેને પેટીમાં રાખવી પડશે જેથી તેને સારવાર માટે બાળકોની હોસ્પિટલે લઈ જવામાં આવી હતી.
થોડીવાર બાદ ઓક્સિજનના બાટલા પણ બહારથી મંગાવવા પડ્યા હતા. સમગ્ર મામલે ડોક્ટર હીના પટેલે કહ્યું હતું કે, તમારી દીકરી પાયલને કોઈ હૃદયની બીમારી છે? મીના પટેલે કહ્યું હતું કે, તમારી દીકરી પાયલના હૃદયના ધબકારા આવતા નથી. જે નોર્મલ છે થોડીવારમાં થઈ જશે. પરંતુ આશરે એક દોઢ કલાક જેટલા તબીબો દોડધામ કરતા હતા. તેમજ એક ડોક્ટર એક મશીન લઈને પણ બહારથી આવ્યા હતા. તેમજ રાત્રે 9:30 વાગ્યાના અરસામાં ડોક્ટર હીના પટેલે જણાવ્યું હતું કે, તમારી દીકરી પાયલ મૃત્યુ પામી છે.
આ પણ વાંચો: રાજકોટમાં નર્સિંગ સ્ટુડન્ટ અને પરિણીત પ્રેમીકાનો સજોડે આપઘાત, એક જ સાડી પર બંનેએ ફાંસો ખાધો
દીકરીનું મોત થતા ડોક્ટરે કહ્યું- તમારા નસીબમાં નહીં હોય
સમગ્ર મામલે ડોક્ટર હિના પટેલે કહ્યું હતું કે, તમારી દીકરી ઓફ થઈ ગઈ! તો અમે શું કરીશું શકીએ તમારા નસીબમાં નહીં હોય. ત્યારે મૃતકના પિતાએ કહ્યું હતું કે, અમે પોલીસ બોલાવીને તમારા વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરશું. ત્યારે ડોક્ટર હીના પટેલે કહ્યું હતું કે, જો તમે મને બહુ જ પ્રેશર કરશો તો હું અહીં જ દવા પી જઈશ તે પ્રકારની ધમકી પણ આપી હતી.
મહિલા ડોક્ટર ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવણી
ત્યારે 2019માં જ્યારે હીના પટેલ ગેરકાયદે ગર્ભ પરીક્ષણમાં પકડાઈ ત્યારે જ જો લાયસન્સ રદ્દ જેવી કાર્યવાહી થઈ હોત તો હીના પટેલ અત્યારે હોસ્પિટલ ન ચલાવતી હોત અને નિર્દોષ મહિલા મોતને એમ ભેટી હોત. ત્યારે હવે તંત્ર દ્વારા હીના પટેલના લાયસન્સ રદ્દ કરીને આ ક્લિનિક રદ કરવું જરૂરી બન્યું છે જેથી આગળ જતા કોઈ નિર્દોષ જીવ ન ગુમાવે.
ADVERTISEMENT