રાજકોટઃ રાજકોટમાં એક ધ્રુણાસ્પદ ઘટના સામે આવી છે. જ્યાં એક યુવતીના સાસુ-સસરા તેના પતિ સાથેની અંગત પળોનો વીડિયો વેબસાઇટ પર મૂકી રૂપિયાની કમાણી કરી છે. આ ઘટના ભદ્ર સમાજને શરમાવે તેવી છે. ઘટનાને લઈને પોલીસ ફરિયાદ થઈ છે. જેને પગલે હવે સાસુ સસરાને પોલીસે પકડીને કાર્યવાહી આરંભી છે.
ADVERTISEMENT
યુવતીની ઉંમર માત્ર 21 વર્ષની
પ્રાપ્ત માહિતી મુજબ, તમને જાણીને નવાઈ લાગશે કે યુવતીની ઉંમર માત્ર 21 વર્ષની છે. યુવતીના સાસુ-સસરા તેને પતિ સાથે અંગત પળો માણવા મજબૂર કરતા હતા. તેઓ તેને કહેતા હતા કે જો તુ બાળકને જન્મ નહીં આપે તો તારા પતિનું મોત થશે. તેઓ તેના પતિ સાથેની અંગત પળોનો વીડિયો વેબસાઈટ પર મુકીને રૂપિયા કમાતા હતા. યુવતીએ ઘણીવાર તેમની સામે વિરોધ કર્યો હતો, પરંતુ તેઓ તેના પર દબાણ કરતા રહ્યા હતા.
‘CM કાર્યાલયમાં અધિકારી છું’ ખોટી ઓળખ આપનાર શખ્સને જામનગર LCBએ અમદાવાદથી ઉઠાવ્યો
પોતાની અંગત પળો હવે સરેઆમ લોકો જોઈ શકે છેઃ યુવતી ચોંકી ગઈ
યુવતીના સાસુ-સસરાએ તેના પતિ સાથે અંગત પળોનો વીડિયો બનાવ્યો અને તેને વેબસાઇટ પર મૂકી દીધો. તેઓ જ્યારે તેને કહેતા કે તું અંગત પળો માણ, પણ ત્યારે યુવતીના પગ તળેથી જમીન જતી રહી જ્યારે તેને ખબર પડી કે તેની આ અંગત પળોનો વીડિયો બન્યો છે અને તે હવે ભર બજારમાં સરે આમ લોકો જોઈ શકે છે. યુવતીને આ વાતની ખબર પડતાં તેને ખૂબ જ આઘાત લાગ્યો. તેણે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
કઈ ભદ્રતાની વાત કરવી?
પોલીસે યુવતીના સાસુ-સસરા અને પતિની ધરપકડ કરી છે. તેમની વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસ આ મામલે તપાસ હાથ ધરી છે. આ ઘટના ભદ્ર સમાજને શરમાવે તેવી છે. આ પ્રકારની ઘટનાઓથી સમાજમાં જેટલો અચંબો છે તેટલો જ અચંબો ગુનાની દુનિયામાં પણ જોવા મળી રહ્યો છે, આવી ઘટનાઓ ગુનેગારોની માનસિકતા માટે પણ વિચાર કરવા જેવી છે. કારણ કે જ્યાં આપણા સમાજમાં સાસુ સસરાને માતા-પિતાનો દરજ્જો અપાય છે ત્યાં માવતર જ પોતાના સંતાનોના પોર્ન વીડિયો બનાવી કમાણી કરતા થાય ત્યારે કઈ ભદ્રતાની વાત કરવી?
ADVERTISEMENT