Rajkot Latest News: રાજકોટમાં જાહેર રોડ પર જતી યુવતીઓની છેડતી કરીને તેનો વીડિયો ઉતારનાર રોમિયોને પોલીસે પાઠ ભણાવ્યો છે. ટુ-વ્હીલર લઈને નીકળેલો યુવક રસ્તે જતી મહિલાઓની છેડતી કરતો, જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયા બાદ પોલીસ હરકતમાં આવી હતી અને રોમિયોને હવા કાઢીને કાયદાનું ભાન કરાવ્યું હતું.
ADVERTISEMENT
બેફામ વાહન હંકારી યુવતીઓની છેડતી કરી
રાજકોટના પેડક રોડ પર ટુ-વ્હીલર બેફામ રીતે ડ્રાઈવ કરીને યુવતીઓને ‘આઈ લવ યુ’ કહીને છેડતી કરનારા રોમિયોની બી ડિવિઝન પોલીસે ધરપકડ કરી હતી. આરોપી યુવકે છેડતીનો વીડિયો પણ બનાવ્યો હતો. જે બાદ આરોપીને પકડીને જાહેરમાં કાન પકડીને તેની પરેડ પોલીસે કાઢી હતી અને માફી પણ મગાવી હતી.
પોલીસે રોમિયોનું સરઘસ કાઢ્યું
પોલીસ દ્વારા આરોપીનું જાહેરમાં સરઘસ કાઢતો વીડિયો હાલમાં સામે આવ્યો છે. ત્યારે સ્થાનિકોની માંગણી છે કે આરોપી સામે દાખલ રૂપ કાર્યવાહી કરવાની માંગણી કરી છે. જેથી આ પ્રકારની ઘટનાઓ ફરીથી ન બને.
ADVERTISEMENT