Rajkot Crime News: રાજકોટમાં ક્રાઈમ બ્રાન્ચની ટીમને મોટી સફળતા મળી છે. ક્રાઈમ બ્રાન્ચે 3 અલગ અલગ જગ્યાઓ પર દરોડા પાડીને ક્રિકેટ સટ્ટાનો પર્દાફાશ કર્યો છે અને સટોડિયાઓને પણ ઝડપી લીધા છે. ક્રાઈમ બ્રાન્ચની ટીમે રાજકોટમાં એસ્ટ્રોન ચોક, હનુમાન મઢી અને નવા ગામમાં દરોડા પાડ્યા હતા. દરમિયાન કરોડો રૂપિયાના ટ્રાન્ઝેક્શન મળી આવ્યા હતા.
ADVERTISEMENT
3 અલગ-અલગ સ્થળોએ દરોડા
વિગતો મુજબ, રાજકોટ ક્રાઈમ બ્રાન્ચના PI બી.ટી ગોહિલની ટીમ દ્વારા 3 અલગ અલગ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં સુકેતુ ભુતા, નિશાંત ચગ અને ભાવેશ ખખ્ખરની અટકાયત કરવામાં આવી હતી. દરોડામાં પોલીસને 11.65 લાખ રૂપિયાની રોકડ મળી આવી હતી. ઉપરાંત ક્રિકેટ સટ્ટાના કરોડોના વ્યવહારો મળી આવ્યા હતા.
પોલીસને મળ્યા કરોડોના ટ્રાન્ઝેક્શન
બુકીઓ પાસેથી પોલીસને 2 માસ્ટર આઈડી કાર્ડ પણ મળી આવ્યા હતા. જેમાંથી 5થી 7 કરોડના રોકડ ટ્રાન્ઝેક્શનો ખુલ્યા હતા. આ મામલે ક્રાઈમ બ્રાન્ચે વધુ તપાસ હાથ ધરી છે. તો આગામી સમયમાં ક્રિકેટના સટ્ટામાં હજુ મોટા બુકીઓના નામ ખુલે તેવી શક્યતા છે. પોલીસ દ્વારા હાલમાં 3 અલગ અલગ FIR દાખલ કરવામાં આવી છે.
(ઈનપુટ: રોનક મજીઠીયા, રાજકોટ)
ADVERTISEMENT