Rajkot: સાંસદની ઓફિસમાં જ ફાયર સેફ્ટીનો અભાવ, પાલિકાએ નોટિસ ફટકારી

Rajkot News: રાજકોટમાં યાજ્ઞિક રોડ પર આવેલી રાજ્યસભાના સાંસદ રામ મોકરીયાની કંપની મારુતિ કુરિયરના કોર્પોરેટ હાઉસમાં ફાયર NOCનો અભાવ હોવાનું સામે આવ્યું છે. જે બાદ ફાયર વિભાગ દ્વારા ઓફિસને નોટિસ પાઠવવામાં આવી છે.

Rajkot News

Rajkot News

follow google news

Rajkot News: રાજકોટમાં યાજ્ઞિક રોડ પર આવેલી રાજ્યસભાના સાંસદ રામ મોકરીયાની કંપની મારુતિ કુરિયરના કોર્પોરેટ હાઉસમાં ફાયર NOCનો અભાવ હોવાનું સામે આવ્યું છે. જે બાદ ફાયર વિભાગ દ્વારા ઓફિસને નોટિસ પાઠવવામાં આવી છે. જોકે સાંસદની ઓફિસ તરફથી ફાયર સિસ્ટમ ઈન્સ્ટોલ કરવા અંગે બાંહેધરી આપવામાં આવી હતી. ગત જુલાઈ માસમાં જ ઓફિસમાં આગ લાગવાની ઘટના બની હતી. 

ફાયર NOC વગર ચાલતી સાંસદની ઓફિસ

રાજકોટમાં TRP ગેમ ઝોનમાં થયેલા અગ્નિકાંડ બાદ મનપા એક્શનમાં આવી છે અને ફાયર એન.ઓ.સી મામલે નિયમોનું પાલન ન કરનાર બિલ્ડિંગો, ઓફિસોને નોટિસ ફટકારવામાં આવી રહી છે. આ વચ્ચે શહેરના યાજ્ઞિક રોડ પર જાગનાથ પ્લોટમાં રાજ્યસભા સાંસદ રામ મોકરીયાની ઓફિસ મારુતિ કુરિયરના કોર્પોરેટ હાઉસમાં જુલાઈ માસમાં આગની ઘટના બની હતી. જે બાદ ફાયર વિભાગનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો અને ઓફિસ તથા કાર્યાલયમાં તપા હાથ ધરતા ફાયર સિસ્ટમ તેમજ NOC ન હોવાનું સામે આવ્યું હતું.

સાંસદની ઓફિસને નોટિસ

જે બાદ રાજ્યસભાના સાંસદ રામ મોકરીયાની કંપની મારુતિ કુરિયરની ઓફિસ તથા કાર્યાલયને નોટિસ ફટકારવામાં આવી છે. નિયમ મુજબ નોટિસ મળ્યાના એક અઠવાડિયાની અંદર ફાયર સિસ્ટમની કામગીરી પૂર્ણ કરી લેવી જરૂરી છે. ત્યારે અત્યાર સુધી સાંસદની ઓફિસ તથા કાર્યાલય ફાયર NOC વિના જ ધમધમતા હોવાનું સામે આવ્યું છે. જો નિયત સમયમર્યાદામાં ફાયર સિસ્ટમ ઈન્સ્ટોલ નહીં કરવામાં આવે તો સીલિંગ સુધીની કાર્યવાહી કરવામાં આવી શકે છે.

    follow whatsapp