રાજકોટ: રાજકોટમાં CAનો અભ્યાસ કરતા 21 વર્ષના યુવકે આજી ડેમમાં આપઘાત કરવા પહોંચ્યો હોવાનો વીડિયો બનાવ્યો હતો. જેમાં યુવક પોતે તીન પત્તી ગેમમાં 1 લાખથી વધુ રૂપિયા હારી ગયો હોવાનું તેના પિતાને જણાવે છે. અને પોતે આપઘાત કરતો હોવાનું કહે છે. ઘટના બાદ ફાયરબ્રિગેડની ટીમ દોડતી થઈ હતી અને આજી ડેમમાં યુવકની શોધખોળ હાથ ધરી હતી. જોકે શનિવારે આ યુવક અચાનક સિવિલ હોસ્પિટલમાં સામેથી સારવાર માટે દાખલ થયો હતો. ગુમ યુવક મળી આવતા પરિવારે પણ રાહતનો શ્વાસ લીધો હતો.
ADVERTISEMENT
21 વર્ષના યુવકે ગુરુવારે સાંજે પોતે આપઘાત કરતો હોવાનો વીડિયો બનાવ્યો હતો અને તેના પિતાને મોકલ્યો હતો. જોકે પિતાનું ઈન્ટરનેટ બંધ હોવાથી સાંજે 7 વાગે નેટ શરૂ કરતા જ વીડિયો જોયો અને પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. આથી પરિવારે રાતભર દીકરાની શોધખોળ કરી. બીજી તરફ ફાયર બ્રિગેડની ટીમ દ્વારા પણ શુક્રવારે આખો દિવસ આજી ડેમમાં યુવકની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. જોકે શનિવારે સવારે તે અચાનક જાતે જ રાજકોટ સિવિલમાં સારવાર માટે પહોંચ્યો હતો.
નોંધનીય છે કે, યુવકનું આપઘાત જેવું ગંભીર પગલું ભરતો વીડિયો બનાવ્યો હતો. ત્યારે તેના આમ કરવા પાછળનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. હાલ યુવાન જીવિત મળી આવતા આજી ડેમ પોલીસ હોસ્પિટલ પહોંચી હતી અને યુવકનું નિવેદન નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરાઈ હતી.
યુવકે ડેમ પાસે પહોંચીને વીડિયો બનાવ્યો હતો
વિગતો મુજબ, રાજકોટમાં રહેતો 21 વર્ષનો CAનો અભ્યાસ કરે છે. ગુરુવારે સાંજે યુવક આજી ડેમ પહોંચ્યો હતો અને પોતાના ફોનમાં વીડિયો બનાવ્યો હતો. જેમાં તે બોલે છે, ‘બહુ મહેનત કરી મેં, આ પગલું ઉઠાવવા માટે હું મજબૂર છું. કારણ કે, મારી પાસે એટલા પાપ થઈ ગયા છે કે શબ્દોમાં બયાન કરી શકતો નથી. આજી નદી છે…હું કૂદુ છું, મારી જાન દઉં છું, કોઈનો કાંઈ વાંક નથી, મારા શેઠ બધા સારા હતા. તેના 65 હજાર રૂપિયા, હર્ષના 30 હજાર, અશ્વિનભાઈના 20 હજાર અને 15 હજાર તેના શેરના, ઓનલાઈન તીનપત્તી માસ્ટરમાં હું હારી ગયો. એટલે જાન નથી દેતો કારણ છે કેટલાય. જિંદગીથી થાકી ગયો છું હું, બહુ થઈ ગયું. પપ્પા-મમ્મી આઈ લવ યુ…હસતા રહેજો અને બની શકે તો મને માફ કરી દેજો. અને મારા વગર જિંદગી જીવવાની ટ્રાય કરજો.
ADVERTISEMENT