Rajkot News: રાજકોટમાં અંધશ્રદ્ધાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ભૂવાના ચક્કરમાં ફસાયેલા યુવકે 8 લાખ રૂપિયા ગુમાવી દીધા. આ બાદ પણ કામ ન થતા ભૂવાએ દારૂ, માંસ અને કુંવારી યુવતીની માગણી કરતા મામલો બીચક્યો હતો. જે બાદ યુવકે પૈસા પરત માગતા ભૂવાએ જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો આરોપ લાગ્યો છે. યુવકે પોલીસમાં ભૂવા વિરુદ્ધ અરજી આપતા સમગ્ર મામલો સામે આવ્યો હતો.
ADVERTISEMENT
યુવકે ભૂવાને 8 લાખ આપ્યા હોવાનો આરોપ
વિગતો મુજબ, રાજકોટમાં મનહર પ્લોટમાં રહેતા મનીષ લોટિયા નામના વ્યક્તિની જન્માક્ષર બાબતે અરુણ સાપરિયા ઉર્ફે ગુરજી ભુવા સાથે 3 વર્ષ પહેલા સંપર્ક થયો હતો. જે બાદ ભૂવાએ બીજું નડતર હોવાનું કહીને કેટલીકવાતો કરતા પરિવારને તેમના પર ભરોસો થયો. બાદમાં ભૂવા પાસે વિધિ કરાવતા તેણે છૂટક-છૂટક 8 લાખ જેટલા રૂપિયા પડાવ્યા હતા. બાદમાં સ્કોચની બોટલ, મટન અને પછી કુંવારી છોકરી લઈ આવવા માટે કહ્યું. જે બાદ મનીષ લોટિયાનો ભૂવો ખોટો માણસ હોવાનું લાગતા તેણે પોતાના પૈસા પાછા માગ્યા હતા. ત્યારે ભૂવાએ જાનથી મારી નાખવાની ધમકી આપી દીધી.
ભૂવાએ પૈસા ન લીધા હોવાનું કહ્યું
આખરે મનીષ લોટિયાએ રાજકોટ પોલીસમાં ભૂવા વિરુદ્ધ અરજી લખીને આપી હતી. તો સમગ્ર આરોપો સામે આવતા મીડિયા સમક્ષ હાજર થયેલા ભૂવાનું કહેવુ છે કે, તેણે કોઈ પૈસા લીધા નથી. તે મારી પાસે મળવા માટે આવતા હતા. છોકરી અને દારૂ માગવાની વાત તદ્દન ખોટી હોવાનું ભૂવાએ જણાવ્યું હતું.
ADVERTISEMENT