રાજકોટના યુવકે પત્નીના બર્થ-ડે પર ચંદ્ર પર 1 એકર જમીન ખરીદીને આપી, જાણો કેટલા લાખ ખર્ચી નાખ્યા?

Rajkot News: હાલમાં ભારતનું ચંદ્રયાન-3 મિશન ખૂબ જ ચર્ચામાં છે. ભારતે ચંદ્ર પર સફળ લેન્ડિંગ કર્યું છે, જેની ઉજવણી ગુજરાત સહિત દેશભરમાં કરવામાં આવી રહી…

gujarattak
follow google news

Rajkot News: હાલમાં ભારતનું ચંદ્રયાન-3 મિશન ખૂબ જ ચર્ચામાં છે. ભારતે ચંદ્ર પર સફળ લેન્ડિંગ કર્યું છે, જેની ઉજવણી ગુજરાત સહિત દેશભરમાં કરવામાં આવી રહી છે. આ વચ્ચે રાજકોટના યુવાને પત્નીના જન્મદિવસ પર એક ખાસ ગિફ્ટ આપી છે, જેના કારણે તે ચર્ચામાં આવી ગયો છે. હકીકતમાં રાજકોટમાં પત્નીના જન્મદિવસ પર પતિએ ચંદ્ર પર જમીન ખરીદીને ગિફ્ટમાં આપી છે.

પત્ની માટે યુવકે ચંદ્ર પર જમીન ખરીદી

રાજકોટમાં ચેતનભાઈ જોષી દ્વારા પત્નીના જન્મદિવસ પર ગિફ્ટ આપવા માટે કંઈક અલગ જ આઈડિયા અજમાવ્યો હતો. લોકો સામાન્ય જન્મદિવસ પર લોકો ગિફ્ટમાં કાર, બાઈક, કપડા કે અન્ય કોઈ વસ્તુ આપતા હોય છે. જોકે હાલમાં ચંદ્રયાન-3 વધારે ટ્રેન્ડમાં છે એવામાં ચેતનભાઈએ પત્નીને ચંદ્ર પર જમીન ખરીદીને ગિફ્ટમાં આપી હતી. આ માટે તેમણે યુએસની કંપની લુનાર રજિસ્ટ્રીમાં અરજી કરી હતી અન 15 દિવસમાં જ કાર્યવાહી પૂર્ણ થઈ ગઈ. બાદમાં તેમણે નાસામાં આ માટે પેમેન્ટ કરીને 1 એકર જમીન ખરીદી હતી.

કેટલા લાખમાં જમીન ખરીદી?

ખાસ વાત એ છે કે, 1 એકર જમીન ચેતનભાઈએ રૂ.3 લાખ રૂપિયામાં ખરીદી છે. પત્નીને જન્મદિવસ પર ચંદ્ર પર જમીનનો ટુકડો ભેટમાં મળતા તે પણ ખુશ થઈ ગયા. જોકે પહેલા તો પતિની આ વાત તેમને માનવામાં ન આવી. પરંતુ જ્યારે પતિએ ચંદ્ર પર ખરીદેલી જમીનના કાગળો બતાવ્યા ત્યારે પત્નીની ખુશી પણ સાતમા આસમાને પહોંચી ગઈ હતી.

    follow whatsapp