Rajkot News: પોલીસ વિભાગની ભરતીમાં રાજકોટમાંથી વધુ એક કૌભાંડનો પર્દાફાશ થયો છે. જેમાં LRD તરીકે બોગસ કોલ લેટરના આધારે હતું, જે હવે સામે આવ્યું છે. 2021ની LRD ભરતીમાં બનાવટી નિમણૂક પત્રના આધારે એક યુવક રાજકોટ પોલીસ કમિશનરની કચેરીમાં પહોંચી ગયો હતો. જોકે કોલલેટરની રેકોર્ડમાં તપાસ કરતા તે નકલી હોવાનું સામે આવ્યું હતું, જે બાદ યુવકની અટકાયત કરીને પૂછપરછ કરવામાં આવતા તેના માસાએ જ સેટિંગ કરાવવાનું કહીને 4 લાખ રૂપિયા પડાવ્યા હોવાનું સામે આવ્યું હતું.
ADVERTISEMENT
બોગસ કોલલેટર લઈને યુવક પોલીસ કચેરીએ હાજર થયો
આ અંગે રાજકોટ DCP ક્રાઈમ પાર્થરાજસિંહ ગોહિલે વિગતો આપતા જણાવ્યું કે, પ્રદીપ મકવાણાએ હાજર થઈને કોલ લેટર આપ્યો હતો. જેની તપાસમાં સામે આવ્યું કે પ્રદીપના માસા દ્વારા બોગલ એપોઈન્ટમેન્ટ લેટર તૈયાર કરાયો હતો. આ માટે ચારથી પાંચ લાખ રૂપિયા લીધા હતા અને 28 જેટલા એપાઈન્ટમેન્ટ લેટર આપવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. કોલ લેટરમાં 18, 19 અને 21 તારીખે પ્રદીપના હાજર થવા માટેનો ટેસ્ટ હતો. જો ટેસ્ટમાં સફળ થયા હોત તો અન્ય લોકોને પણ મોકલવાનો પ્લાન હતો, પરંતુ આ પહેલા જ પોલીસે સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કરી લીધો હતો.
માસાએ યુવક પાસેથી 4 લાખ પડાવી કોલલેટર અપાવ્યો
પોલીસના જણાવ્યા મુજબ, સમગ્ર કૌભાંડમાં ચોટીલાના બે શખ્સ માસ્ટરમાઈન્ડ હતા અને ચોટીલાથી જ નકલી કોલ લેટર તૈયાર કરવામાં આવ્યા હતો. હાલમાં તેમની શોધખોળ આદરવામાં આવી છે. પ્રદીપે 2021માં લોકરક્ષક દળની ભરતી માટે પરીક્ષાનું ફોર્મ ભર્યું હતું, જેમાં તે પોતે શારીરિક કસોટીમાં ફેલ થયો હતો. આ વાત તેણે માસા ભાવેશ ચાવડાને કરતા તેમણે પોતાનું ભરતી બોર્ડમાં સેટિંગ હોવાનું જણાવ્યું હતું અને 4 લાખમાં નોકરી અપાવી દેવાની વાત કરી હતી.
આ બાદ પ્રદીપે પિતા સાથે વાત કરીને માસાને 2 લાખ એડવાન્સ પેટે આપ્યા હતા. બાદમાં નિમણૂંક પત્ર બતાવીને બાકીને 3 લાખ એમ કુલ 4 લાખ લીધા હતા. પછી 25 જુલાઈ 2023ના રોજ પ્રદીપને નિમણૂંક પત્ર મળેલો હતો અને બાદમાં 9 ઓગસ્ટે ફોન આવ્યો અને રાજકોટ શહેર ખાતે પોલીસમાં હાજર થવાનું કહેવાયું હતું.
ADVERTISEMENT