Rajkot: વાસણ ધોવા બાબતે ઝઘડો થતા લિવ-ઈન પાર્ટનરે પ્રેમિકાની ઓશિકાથી હત્યા કરી

Rajkot News: રાજકોટમાં આવેલા સાધુવાસવાણી રોડ પર મનપાના ક્વાર્ટરમાં લીવ ઈન રિલેશનશીપમાં રહેતા એક મહિલાની હત્યા કરતા ચકચાર મચી ગઈ.

Rajkot Crime News

Rajkot Crime News

follow google news

Rajkot News: રાજકોટમાં આવેલા સાધુવાસવાણી રોડ પર મનપાના ક્વાર્ટરમાં લીવ ઈન રિલેશનશીપમાં રહેતા એક મહિલાની હત્યા કરતા ચકચાર મચી ગઈ. ઘટનાની જાણ થતા જ યુનિવર્સિટી પોલીસનો કાફળો સ્થળ પર પહોંચ્યો હતો અને મૃતક મહિલાના પરિજનોને જાણ કરી હતી. પોલીસની માહિતી મુજબ મહિલાના લિવ ઈન પાર્ટનરે જ ઓશિકાથી મોઢું દબાવીને હત્યા કરી નાખી હતી. આરોપીને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

આ પણ વાંચો: WEATHER FORECAST: આગ ઝરતી ગરમી આવી રહી છે! ક્ચ્છ અને સૌરાષ્ટ્રમાં હિટવેવની આગાહી

મૈત્રી કરારમાં રહેતી મહિલાની હત્યા

વિગતો મુજબ, ઈલાબેન ઉર્ફે કિરણ સોલંકી નામની મહિલાનીના થોરાળા વિસ્તારના યુવક સાથે લગ્ન થયા હતા. જોકે પતિનું બે વર્ષ પહેલા અવસાન થઈ ગયું હતું. બાદમાં ઈલાબેનને સંજય ગોસાઈ નામના યુવક સાથે પ્રેમ થતા તેઓ મૈત્રી કરાર કરીને પોતાના પુત્રને લઈને ચાર મહિનાથી તેની સાથે લિવ ઈન રિલેશનશીપમાં રહેતા જતા રહ્યા હતા. જોકે તેમની આ હત્યા કરેલી લાશ મળી આવતા પોલીસે ફિંગરપ્રિન્ટ નિષ્ણાંત, FSL સ્ટાફ અને ડોગ સ્ક્વોડની મદદથી તપાસ શરૂ કરી હતી. જેમાં પ્રાથમિક તપાસમાં ઈલાબેનને ઓશિકાથી મોઢા પર ડૂમો આપીને હત્યા કરવામાં આવી હતી. 

આ પણ વાંચો: IPL 2024 New Rules: નવા નિયમો સાથે રોમાંચક બનશે IPL, અમ્પાયર અને બોલર્સને મળશે રાહત

વાસણ ધોવા બાબતે થઈ હતી બોલાચાલી

ઘટના પર રાજકોટ પશ્ચિમના ACP રાધિકા ભારાઈએ જણાવ્યું કે, ઈલાબેન નામના મહિલાની RMCના ક્વાર્ટરમાં હત્યા કરવામાં આવી છે, તેઓ સંજય ગોસાઈ નામના યુવક સાથે મૈત્રી કરારમાં રહેતા હતા. બંને વચ્ચે ઘણા સમયથી ખટરાગ ચાલતો હતો અને ઘટનાના દિવસે વાસણ ધોવા મામલે તકરાર થતા આરોપી સંજયે ઓશિકાથી મોઢું દબાવીને ઈલાબેનની હત્યા કરી નાખી. આરોપી સંજય એમ્બ્યુલન્સ ડ્રાઈવર તરીકે કામ કરે છે. હાલમાં તેને પકડવા માટે પોલીસ પ્રયાસ કરી રહી છે.

    follow whatsapp