- જસદણ બાયપાસ રોડ પર રખડતા આખલાઓના કારણે એક યુવકનો જીવ ગયો.
- રસ્તા પર બે આખલાઓ બાખડતા બંને આંખલાઓએ એક બાઈક પર જતા બે યુવકોને અડફેટે લીધા.
- ફંગોળાયેલું બાઈક જસદણ નગરપાલિકાની કચરાની ટીપરવાન સાથે અથડાતા યુવકનું મૃત્યું.
Rajkot Accident News: રાજ્યમાં રખડતા ઢોરની સમસ્યા ગંભીર બની છે. રખડતા ઢોર રોડ પર આવી જતા છાસવારે અકસ્માતની ઘટના બનતી હોય છે, જેમાં વાહન ચાલકોના જીવ પણ જતા હોય છે. ત્યારે રાજકોટના જસદણમાં વધુ એક આવી ઘટના બની છે. જેમાં રોડ પર બાખડતા બે આખલાના કારણે બાઈક સવાર યુવકનું મોત નિપજ્યું છે, જ્યારે અન્ય એક યુવક જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે.
ADVERTISEMENT
જસદણ બાયપાસ રોડ પર વિચિત્ર અકસ્માત
રાજકોટના જસદણ બાયપાસ રોડ પર બે રખડતા આખલા બાખડી રહ્યા હતા. આ દરમિયાન ત્યાં બાઈક પરથી બહાર થતા યુવકોને આખલાએ ફંગોળ્યા હતા. યુવકોની ફંગોળાયેલી બાઈક સામેથી આવતી નગરપાલિકાની કચરાની ગાડી સાથે અથડાઈ હતી. જેમાં રાજકોટના રેલનગરમાં રહેતા કૌશિક પ્રજાપતિ નામના યુવકનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું હતું. જ્યારે બાઈકની પાછળ બેસેલા યુવકને ગંભીર ઈજાઓ પહોંચતા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. અકસ્માતની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.
(ઈનપુટ: રોનક મજીઠિયા, રાજકોટ)
ADVERTISEMENT