CCTV: Rajkotમાં જૈન દેરાસરમાં દર્શન કરતા યુવક પર જીવલેણ હુમલો, 9 સેકન્ડમાં છરીના 5 ઘા ઝિંકી દીધા

Rajkot Crime News: રાજકોટમાં ગુનેગારોને હવે પોલીસનો પણ ખૌફ નથી રહ્યો. ધોળા દિવસે મંદિરમાં પૂજા-અર્ચના કરી રહેલા યુવક પર છરીથી ઘાતકી હુમલો કરવાની ઘટના બની છે. 3 દિવસ પહેલા બનેલી આ ઘટનાના સીસીટીવી હવે સામે આવ્યા છે. સમગ્ર મામલે ભક્તિનગર પોલીસમાં ભોગ બનનાર યુવકે ફરિયાદ નોંધાવી છે.

Rajkot News

Rajkot News

follow google news

Rajkot Crime News: રાજકોટમાં ગુનેગારોને હવે પોલીસનો પણ ખૌફ નથી રહ્યો. ધોળા દિવસે મંદિરમાં પૂજા-અર્ચના કરી રહેલા યુવક પર છરીથી ઘાતકી હુમલો કરવાની ઘટના બની છે. 3 દિવસ પહેલા બનેલી આ ઘટનાના સીસીટીવી હવે સામે આવ્યા છે. સમગ્ર મામલે ભક્તિનગર પોલીસમાં ભોગ બનનાર યુવકે ફરિયાદ નોંધાવી છે.

દેરાસરમાં દર્શન વખતે પાછળથી હુમલો

વિગતો મુજબ, રાજકોટના મવડીમાં રહેતા અને હાર્ડવેરનું કારખાનું ધરાવતા અમિત સગપરિયા નામનો યુવક જૈન દેરાસરમાં દર્શન માટે ગયો હતો. યુવક દેરાસરમાં પ્રાર્થના કરી રહ્યો હોય છે આ દરમિયાન ભાવેશ ગોલ નામનો શખ્સ પાછળથી છરો લઈને આવી છે અને એક બાદ એક 5 જેટલી વખત ઉપરા-ઉપરી છરીના ઘા મારે છે અને ત્યાંથી ફરાર થઈ જાય છે. આ દરમિયાન ત્યાં ઉપસ્થિત અન્ય લોકો યુવકને બચાવવાનો પ્રયાસ કરી છે. ઘટનાને 3-3 દિવસ થવા છતાં સમાચાર લખાય ત્યાં સુધી આરોપી હજુ પોલીસ પકડથી દૂર છે.

કાર અકસ્માતની ઘટનામાં અદાવત રાખી હુમલો

બીજી તરફ ઈજાગ્રસ્ત અમિત સગપરિયા નામનો યુવક હાલમાં ICUમાં દાખલ છે અને તેની હાલત ગંભીર જણાય છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, અગાઉ કાર અકસ્માતની બાબતમાં અંગત અદાવત રાખીને ભાવેશ ગોલે અમિત સગપરિયા પર જીવલેણ હુમલો કર્યો હતો, આ અગાઉ પણ તેમના પર હુમલાના પ્રયાસ થયા હતા. આરોપી ભાવેશ ગોલ મારામારીના ગુનામાં 8 મહિનાથી વોન્ટેડ હતો અને 14 તારીખે જ જેને ભક્તિનગર પોલીસે પકડી પાડ્યો હતો. 

(ઈનપુટ: રોનક મજીઠિયા, રાજકોટ)

    follow whatsapp