Rajkot Game Zone Fire News: રાજકોટમાં TRP ગેમ ઝોનમાં આગની ઘટનામાં 28 લોકોના મોત નિપજ્યા હતા. આ મામલે સરકારે એક મોટું અને સરાહનીય કામગીરી કરી છે. પહેલા વિવિધ વિભાગના સાત અધિકારીઓને સસ્પેન્ડ કરાયા અને હવે મોટા ગજાનાના અધિકારીઓ પર તવાઈ કરી છે. રાજકોટમાં પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ અને મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલની બદલી કરવામાં આવી છે. હવે આ મામલે કોનો નંબર લાગશે તે જોવાનું રહ્યું અને આગળ કેટલી કાર્યવાહી થશે તે પણ જોવાનું રહ્યું છે.
ADVERTISEMENT
કયા-કયા IPS અધિકારીઓ સામે કાર્યવાહી?
રાજકોટ શહેરના પોલીસ કમિશનર IPS રાજુ ભાર્ગવની બદલી કરાઈ છે અને પોસ્ટીંગની રાહ જોઈ રહ્યા છે. જ્યારે તેમની સામે અમદાવાદ શહેરના સેક્ટર-2ના પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝાને રાજકોટ શહેરના પોલીસ કમિશનર બનાવાયા છે.
રાજકોટ શહેરમાં એડિશનલ પોલીસ કમિશનર IPS વિધિ ચૌધરીની બદલી કરાઈ છે અને જોકે તેમને પણ કોઈ પોસ્ટિંગ અપાયું નથી અને વેઈટિંગ પર રખાયા છે. તેમના સ્થાને કચ્છ-ભુજના DIG મહેન્દ્ર બાગરિઆને ટ્રાન્સફર કરવામાં આવ્યા છે.
રાજકોટ શહેર ઝોન-2ના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ સુધીરકુમાર દેસાઈનું ટ્રાન્સફર કરાયું છે પરંતુ પોસ્ટિંગ અપાયું નથી અને વેઈટિંગમાં રખાયા છે. તેમના સ્થાને વડોદરા સેન્ટ્રલ જેલના સુપ્રીટેન્ડન્ટ જગદીશ બંગાર્વાને ટ્રાન્સફર કરીને જવાબદારી સોંપવામાં આવી છે.
ADVERTISEMENT