રાજકોટમાં પાઇલટે ડ્યૂટી પૂરી થતા પ્લેન ઉડાવવાની ના પાડી દીધી, 3 સાંસદ સહિત 100 મુસાફરો અટવાયા

રાજકોટ: રાજકોટથી દિલ્હી જતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં રવિવારે રાત્રે એક વિચિત્ર ઘટના સામે આવી છે. દિલ્હીથી એર ઈન્ડિયા જતા ફ્લાઈટ તેના નિર્ધારીત સમયે સાંજે આવી…

gujarattak
follow google news

રાજકોટ: રાજકોટથી દિલ્હી જતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં રવિવારે રાત્રે એક વિચિત્ર ઘટના સામે આવી છે. દિલ્હીથી એર ઈન્ડિયા જતા ફ્લાઈટ તેના નિર્ધારીત સમયે સાંજે આવી હતી અને 8.30 વાગ્યે રાજકોટથી દિલ્હી જવાની હતી. પરંતુ ફ્લાઈટના મુખ્ય પાઈલટે પોતાની ફ્લાઈંગ ડ્યુટી સમાપ્ત થઈ ગઈ હોવાનું જણાવતા મુસાફરો રઝળી પડ્યા હતા. મુસાફરોમાં રાજકોટ અને જામનગરના સાંસદ સહિત 100થી વધુ મુસાફરો હતા.

8.30 વાગ્યે ઉપડવાની હતી દિલ્હીની ફ્લાઈટ
વિગતો મુજબ, રાજકોટથી દિલ્હી જવા માટે એરઈન્ડિયાની ફ્લાઈટમાં રાજકોટના સાંસદ મોહન કુંડારિયા, જામનગરના સાંસદ પૂનમબેન માડમ તથા રાજ્ય સભાના નવ નિયુક્ત સાંસદ કેસરીદેવસિંહ ઝાલા સહિત 100 જેટલા મુસાફરો હતો. ફ્લાઈટ 8.30 વાગ્યે ઉપડવાની હતી, પરંતુ પાઈલટની ફ્લાઈંગ ડ્યૂટી પૂરી થઈ ગઈ હોવાથી તેણે ફ્લાઈટ લઈ જવાનો ઈનકાર કરી દીધો હતો. આખરે ફ્લાઈટને જ રદ કરી દેવી પડી હતી. હવે આ ફ્લાઈટ માટે દિલ્હીથી નવા પાઈલટ આવશે અને સોમવારે બપોરે 3.30 વાગ્યે ઉડાન ભરશે.

આખી ફ્લાઈટ રદ કરી હવે આજે દિલ્હી માટે ઉડશે વિમાન
આ અંગે મુસાફરોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. તેમનું કહેવું છે કે પાઇલટના ફ્લાઈટના કલાકો પૂરી થઈ જશે તેવો ખ્યાલ હોવા છતાં દિલ્હીથી રાજકોટ તેને શા માટે મોકલવામાં આવ્યો. તેની જગ્યાએ એરલાઈન્સે અન્ય પાઈલટની વ્યવસ્થા કરવી જોઈતી હતી. જોકે પાઈલટ ટસનો મસ ન થતા આખી ફ્લાઈટ જ રદ કરી દેવામાં આવી હતી.

    follow whatsapp