રાજકોટઃ રાજકોટમાં એક ચોંકાવનારી ઘટના બની છે. આ ઘટનામાં એક પરિણીતાએ પોતાના ઘરે ઝેરી દવાના ઘુંટડા પી આપઘાત કરી લીધો છે. આ પરિણીતા કોઈ બીજાથી નહીં પણ પોતાના પતિથી જ કંટાળી હતી, તેના પતિને ધૂણવાની આદત હતી. ભુવાની માફક અચાનક ધૂણવા લાગતો પરંતુ અહીં સ્થિતિ અલગ હતી. તે કહેતો કે તેની પહેલી પત્ની તેને ધૂણાવે છે. મામલાની ફરિયાદ સાસરિયાઓએ પોલીસને આપી છે. જે મામલે પોલીસે કાર્યવાહી શરૂ કરી છે.
ADVERTISEMENT
સાસરિયાઓએ જમાઈ સામે કર્યો કેસ
સમગ્ર બાબતે પ્રાપ્ત વિગતો અનુસાર, રાજકોટના કોઠારિયા રોડ પર આવેલી જયરામ પાર્ક સોસાયટીના રહેવાસી જલ્પાબેન લક્ષ્મણભાઈ કોળીએ સાતેક દિવસ પહેલા પોતાના પતિથી કંટાળીને આપઘાત કરી લીધો હતો. પતિનો ત્રાસ કારણભૂત હોવાનું જલ્પાબેનના પિતા ભગવાન બાગથરિયાનું કહેવું છે. તેમણે આ મામલે લક્ષ્મણ સામે ફરિયાદ નોંધાવી છે.
સુપ્રીમ કોર્ટે પણ ASI સર્વેને મંજૂરી આપી, મુસ્લિમ પક્ષને સર્વેથી તકલીફ શું છે?
ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે, જલ્પાના લગ્ન અગાઉ સુરતમાં કરવામાં આવ્યા હતા ત્યાં તેને બે બાળકો છે જેમાં એક દિકરો અને એક દીકરી છે. જે તે સમયે પતિ સાથે મનમેળ નહીં થતા તેમના છૂટા છેડા થયા હતા તે પછી તે પોતાના પિતા સાથે રહેતી હતી. હમણાં છ મહિના પહેલા જ તેના લગ્ન રાજકોટના લક્ષ્મણ કોળી સાથે થયા હતા. લક્ષ્મણ પોતે પણ બીજવર હતો, પણ તેના કિસ્સામાં એવું હતું કે લક્ષ્મણની પહેલી પત્નીનું મૃત્યુ થઈ ચુક્યું હતું.
મૃત્યુ પામેલી પત્નીની પૂજા કરતો શખ્સ
હવે થોડા મહિના પહેલા પતિના ત્રાસ અંગે જલ્પાએ પોતાના પિતાને વાત કરી હતી અને કહ્યું હતું કે મારો પતિ તેની પહેલી પત્નીની એટલે કે મૃત્યુ પામેલી પત્નીની પૂજા કરે છે અને પછી કહે છે કે તેની પત્ની તેના શરીરમાં પ્રવેશી ગઈ છે અને ધૂણવા લાગે છે. આ દરમિયાન તે ધૂણતા ધૂણતા જ જલ્પાને માર મારે અને ગળુ દબાવે છે. જેનાથી કંટાળી ફરી જલ્પા પીયર આવી ગઈ. બાદમાં સમજાવટ પછી પાછા તેમણે સંસાર માંડ્યો પરંતુ આ દરમિયાનમાં ગત 28મીએ જલ્પાએ ફોન કરીને પિતાને કહ્યું કે મેં ઝેરી દવા પી લીધી છે. બાળકોને તમે સાચવી લેજો. આ સાંભળી પિતા અને અન્ય સ્વજનો તુરંત રાજકોટ ભણી દોડી ગયા પરંતુ ત્યાં જઈ જોયું તો દીકરીનું મૃત્યુ થઈ ચુક્યું હતું. હવે આ મામલાને લઈને તેમણે પોલીસ ફરિયાદ કરી છે.
ADVERTISEMENT