'લોકો ગાભામારું કહીને મજાક ઉડાવે છે', કોંગ્રેસી નેતાઓના ભરતી મેળાથી BJP કાર્યકર્તાઓમાં નારાજગી

Rajkot News: લોકસભા ચૂંટણી પહેલા ભાજપમાં ચાલી રહેલા ભરતી મેળાથી હવે ભાજપના જ કાર્યકરો નારાજ થયા હોય તેમ જણાઈ રહ્યું છે. કોંગ્રેસ અને AAPમાંથી એક બાદ એક મોટા નેતાઓ ભાજપમાં આવી રહ્યા છે, ત્યારે રાજકોટમાં ભાજપના નામે વધુ એક પત્રિકા વાઈરલ થઈ રહી છે.

રાજકોટ ભાજપ પત્રિકા

રાજકોટ ભાજપ પત્રિકા

follow google news

સમાચાર હાઇલાઇટ્સ

point

રાજકોટમાં ભાજપના નામે વધુ એક પત્રિકા વાઈરલ થઈ રહી છે.

point

પત્રિકામાં ભાજપના જૂના કાર્યકર્તાઓ માટે પાર્ટીમાં અનામતની માંગણી કરાઈ.

Rajkot News: લોકસભા ચૂંટણી પહેલા ભાજપમાં ચાલી રહેલા ભરતી મેળાથી હવે ભાજપના જ કાર્યકરો નારાજ થયા હોય તેમ જણાઈ રહ્યું છે. કોંગ્રેસ અને AAPમાંથી એક બાદ એક મોટા નેતાઓ ભાજપમાં આવી રહ્યા છે, ત્યારે રાજકોટમાં ભાજપના નામે વધુ એક પત્રિકા વાઈરલ થઈ રહી છે.જેમાં પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલને સંબોધીને લખવામાં આવી છે અને ભાજપના કાર્યકર્તાએ પોતાની વ્યથા ઠાલવી છે. 

આ પણ વાંચો: અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની કચેરીમાં જ ડોક્ટર યુવતીનો આપઘાત, PI સાથે પ્રેમ સંબંધ હોવાની માહિતી

રાજકોટમાં ભાજપ વિરુદ્ધ પત્રિકા વાઈરલ થઈ

ભાજપના પ્રદેશ અધ્યક્ષને સંબોધીને લખેલા પત્રમાં કહેવાયું છે કે, કોંગ્રેસના નેતાઓને ભાજપમાં ભેળવીને રાજ્યસભા, લોકસભા, વિધાનસભા, મંત્રીમંડળ અને બોર્ડનિગમ સહિતના મહત્વના હોદ્દાઓ આપવામાં આવવાથી વર્ષો જૂના ભાજપના કાર્યકર્તાઓને ગાભા મારવાની સ્થિતિ પેદા થઈ છે. જૂના કાર્યકર્તાઓને લોકો સોશિયલ મીડિયા પર 'ગાભામારું' તરીકે સંબોધીને મશ્કરી કરવામાં આવે છે. કાર્યકર્તાએ આગળ લખ્યું છે, મારી ગુજરાત ભાજપ સંગઠનને રજૂઆત છે કે વર્ષો જૂના કાર્યકર્તાઓ માટે 14 ટકા અનામતની જોગવાઈ કરવામાં આવે. પત્રિકામાં કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા નેતાઓ માટે 40 ટકા અનામત રાખવાની પણ માંગ કરવામાં આવી છે. ગાભામારૂ ભાજપના કાર્યકર્તાને 14 ટકા, ગુનેગારો અને ફંડ આપતા નેતાઓને 30 ટકા, સેલિબ્રિટીઓ અને જનરલ કેટેગરી માટે 16 ટકા અનામત રાખવા માંગ કરવામાં આવી છે. 

આ પણ વાંચો: દેશના IT હબમાં હાહાકાર: ભીષણ ગરમી પહેલા જ પાણી માટે તરસ્યું બેંગલુરુ, ડોલ લઈને રસ્તા પર ઉતર્યા લોકો

ભરત બોઘરાએ કહ્યું- પત્રિકા મામલે તપાસ કરાશે

ત્યારે આ વાઈરલ થયેલી પત્રિકા પર ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોઘરાનું નિવેદન સામે આવ્યું છે. પત્રિકા પર ભરત બોઘરાએ કહ્યું, વિકૃત માનસિકતા ધરાવતા વ્યક્તિ દ્વારા આવી પત્રિકા વાયરલ કરવામાં આવી હોઈ શકે છે. સામ્યવાદી અને વિકૃત માનસિકતા ધરાવતા વ્યક્તિનું કામ હોઈ શકે. પત્રિકા મામલે તપાસ બાદ ફરિયાદ કરવામાં આવશે. 

    follow whatsapp