Rajkot News: રાજકોટમાં આવેલા કરણસિંહજી હાઈસ્કૂલના બાલાજી હનુમાનજી મંદિરમાં ગણેશ મહોત્સવની વડતાલ સંસ્થાના સ્વામિનારાયણના સંપ્રદાયના સંતો દ્વારા મંજૂરી ન અપાતા ભારે હોબાળો થયો હતો. ત્યારે ગણેશ ભક્તોના વિરોધ બાદ સંતોએ નમતું જોખ્યું હતું અને ગણેશ મહોત્સવના આયોજન માટે મંજૂરી આપી હતી.
ADVERTISEMENT
બાલાજી હનુમાન મંદિરમાં નહોતી મળી ગણેશ મહોત્સવની મંજૂરી
ઘણા વર્ષોથી રાજકોટના કરણસિંહજી હનુમાન મંદિર ખાતે ગણપતિ ઉત્સવનું આયોજન કરવામાં આવે છે. આ વખતે ગણપતિ ઉત્સવના આયોજકો તૈયારી કરવા આવ્યા ત્યારે ભૂપેન્દ્ર રોડ સ્વામી મંદિરના કોઠારી સ્વામી દ્વારા આયોજકો સાથે બબાલ કરવામાં આવી હતી. ત્યાર બાદ સ્વામીઓ દ્વારા બાલાજી મંદિર ખાતે પોલીસ બોલાવવામાં આવી હતી. પોલીસ આવતા આયોજકો રોષે ભરાયા હતા. આથી આયોજકોએ રાજકોટ પોલીસ કમિશ્નરને ઊગ્ર રજૂઆત કરી હતી.
ગજાનંદ ધામ અને બાલાજી મંદિર વચ્ચે સમાધાન
હવે રાજકોટ કરણસિંહજી બાલાજી મંદિરમાં ગણેશ મહોત્સવ મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. કિરણસિંહજી બાલાજી મંદિરના પટાંગણમાં ગણેશ મહોત્સવ ધામધૂમ પૂર્વ યોજાશે. બાલાજી મંદિર અને ગજાનંદ ધામ વચ્ચે સુખદ સમાધાન થયું હતું. ભાજપના આગેવાન ચેતન રામાણીએ આ અંગે મીડિયા સમક્ષ મહત્વનું નિવેદન આપ્યું હતું.
ખાસ છે સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા પહેલા હનુમનાજી મહારાજના ભીંત ચિત્રોના વિવાદ બાદ સંતો દ્વારા શંકર ભગવાન અને ખોડીયાર માતા વિશે વિવાદિત ટિપ્પણી કરવામાં આવી હતી અને હવે ગણપતિ દાદા સાથે થયો વિવાદ થયો હતો. રાજકોટ મંદિર પરિસરમાં 12 વર્ષથી થતા ગણેશ મહોત્સવની કામગીરીને અટકાવાઈ હતી. આયોજકો અને મંદિરના સંચાલકોએ કામગીરી અટકાવતા માથાકુટ થઈ હતી.
(નિલેશ શિશાંગિયા, રાજકોટ)
ADVERTISEMENT