Rajkot Crime News: રાજકોટમાં પોલીસ હેડ ક્વાર્ટરમાં રહેતા યુવકે ઉછીના આપેલા પૈસા પરત માગતા મિત્ર તથા તેના બે સાથીદારોએ છરી વડે હુમલો કરી દીધાની ઘટના સામે આવી છે. પોલીસ પુત્ર પર હુમલાની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી, જે હવે સામે આવ્યા છે. હાલમાં યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધીને સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.
ADVERTISEMENT
ઉછીના આપેલા પૈસા માંગતા હુમલો
વિગતો મુજબ, રાજકોટના પોલીસ હેડ ક્વોર્ટરમાં રહેતા પોલીસપુત્ર જન્મજયસિંહ ઝાલાએ ફરિયાદ નોંધાવી છે જે મુજબ, તે 15 ઓગસ્ટે સાંજે 7 વાગ્યે મિત્ર સાથે સોસાયટીની સામે આવેલા પાનના ગલ્લે મિત્રો સાથે બેસવા ગયો હતો. દરમિયાન ત્યાં અયાન લંજા, યશુ દવેરા અને શાહરૂખ આવ્યા હતા. અયાન લંજાને મેં 1.15 લાખ ઉછીને આપ્યા હતા, જેમાંથી 40,000 તેણે પરત આપી દીધા હતા અને 75,000 લેવાના હતા જે માંગતા તે ઉશ્કેરાઈ હયો અને ગાળો આપીને ઢીક્કા-પાટુનો માર મારવા લાગ્યો હતો.
પોલીસપુત્ર પર છરીથી હુમલો
હુમલાના સીસીટીવીમાં દેખાય છે કે, સફેદ ટી-શર્ટ પહેરેલો એક યુવક પોતાની પાસે રહેલી છરી કાઢીને પોલીસપુત્રને બે ઘા મારી દે છે. જોકે ત્યાં રહેલા અન્ય યુવકો વચ્ચે પડતા હુમલાખોરો ત્યાંથી ભાગી જાય છે. જે બાદ ઈજાગ્રસ્ત હાલતમાં યુવકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
પોલીસે હુમલાખોરો સામે ગુનો નોંધ્યો
જે બાદ યુવકે હુમલાખોર અયાન લંજા તથા તેના મિત્રો સામે જીવલેણ હુમલો કરવા તથા જાનથી મારી નાખવાની ધમકી આપવા સહિતની બાબતે ફરિયાદ નોંધાવી હતી. યુનિવર્સિટી પોલીસે આ અંગે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને હુમલાખોરોને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
ADVERTISEMENT