રાજકોટ જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર, જામકંડોરણામાં 4 ઈંચ તો ગોંડલમાં 1 કલાકમાં 2.5 ઈંચ વરસાદ

Gujarat Rainfall News: હવામાન વિભાગની આગાહીને પગલે રાજ્યમાં અનેક જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ થઈ રહી છે. રાજકોટના જેતપુર, જામકંડોકરણામાં પણ સવારે અસહ્ય બફારા બાદ બપોર પછી ધોધમાર વરસાદ ખાબક્યો હતો.

રાજકોટમાં વરસાદ

Rajkot Rain

follow google news

Gujarat Rainfall News: હવામાન વિભાગની આગાહીને પગલે રાજ્યમાં અનેક જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ થઈ રહી છે. રાજકોટના જેતપુર, જામકંડોકરણામાં પણ સવારે અસહ્ય બફારા બાદ બપોર પછી ધોધમાર વરસાદ ખાબક્યો હતો. વરસાદના પગલે નદી-નાળા છલકાઈ ગયા હતા. તો રસ્તાઓ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. 

જેતપુરમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા બાદ ધોધમાર વરસાદ

રાજકોટના જેતપુર શહેર તથા ગ્રામ્ય પંથકમાં બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો.સવારથી આકાશમાં કાળા ડિબાંગ વાદળો વચ્ચે બપોરે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. જેતપુર શહેર ઉપરાંત ખીરાસરા, મેવાસા, સાંકડી રબારીકા, ગુંદાળા, ચાંપરાજપુર વગેરે ગામોમાં પણ જોરદાર વરસાદ વરસ્યો હતો. અસહ્ય ઉકળાટ બાદ વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.

જેતપુરમાં વરસાદ

ગોંડલમાં એક કલાકમાં 2.5 ઈંચ વરસાદ

તો ગોંડલ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદે ધમાકેદાર બેટિંગ કરી હતી. એક શહેરમાં એક કલાકમાં 2.5 ઈંચ વરસાદ ખાબક્યો હતો. જેના કારણે શહેરના રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા. તો ગોંડલના ઉમવાળા અંડર બ્રિજમાં પાણી ભરાઈ ગયા હતા. જેના કારણે એક સ્કૂલ બસ ફસાઈ ગઈ હતી. જોકે સદનસીબે સ્કૂલ બસમાં કોઈ વિદ્યાર્થીઓ સવાર નહોતા. આ સાથે એક ટ્રેક્ટર પણ અંડર બ્રિજમાં ફસાઈ ગયું હતું.

ગોંડલમાં ધોધમાર વરસાદ વરસ્યો

જામકંડોરણામાં ભેંસો પાણીમાં તણાઈ

આ ઉપરાંત રાજકોટના જિલ્લાના જામકંડોરણાના ગ્રામ્ય વિસ્તારમાં પણ કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો. રાજકોટના ચરેલ, બરડીયા, દડવી સહિતના ગામોમાં 4 ઈંચ વરસાદ ખાબક્યો હતો. ઉપરવાસમાં ભારે વરસાદથી બરડીયા અને ચરેલ ગામની સ્થાનિક નદીમાં પૂર આવ્યું હતું. બરડીયા ગામે નદીમાં ભેંસો તણાતી જોવા મળી હતી. 

    follow whatsapp