Khodiyar Maa Controversy: હાલમાં જ બ્રહ્મસ્વરૂપ સ્વામી દ્વારા ખોડિયાર માતાને લઈને વિવાદીત નિવેદન કરવામાં આવ્યું છે જેને લઈને પાટીદાર સમાજની અગ્રણી સંસ્થા પણ નારાજ થઈ છે. પાટીદાર સમાજની સંસ્થા ખોડલધામના પ્રવક્તા હરસુખ લુણાગરિયાએ આ અંગે નારાજગી વ્યક્ત કરી છે અને આ પ્રકારનું અપમાન લાગણીઓને દુભાવવા સમાન ગણાવ્યું છે. જોકે તેમણે પોતાના આ નિવેદનમાં સ્વામીનું અપમાન ના થાય તેનું પણ ધ્યાન રાખ્યું છે.
ADVERTISEMENT
કેટલાક સંતો પોતાની જીભ પર પણ કાબુ ના રાખી શકે તેવો બફાટ કરી નાખે છે અને તેના કારણે વિવિધ વિવાદો ઊભા થાય છે. ઘણીવખત લોકોને પણ પ્રશ્ન થાય કે આ સંતને શોભે ખરું? જાહેરમાં બંદૂકો બતાવવવી, અપશબ્દો કહેવા, અન્ય ભગવાનનું નિચાજોણું કરવું, વગેરે જેવા કારસ્તાનો કરવા છતા પણ આવા કહેવાતા સંતો પાછળ મોટી મેદની ઊભી રહી જાય ત્યારે પણ લોકો મનમાં આવા જ સવાલ કરે છે કે ક્યાંક તો બુદ્ધી પ્રયોગ શક્ય બનાવો જરૂરી છે. ખેર જે પણ હોય પણ હાલ સાળંગપુરના ભીંતચિત્રોના વિવાદને સંપૂર્ણ રીતે પૂર્ણ ગણી શકાયો નથી ત્યાં સ્વામિનારાયણ સંપ્રદાયના એક સંતે વધુ એક બફાટ કરવા સાથે વિવાદનો મધપૂડો છંછેડ્યો છે. રાજકોટ ખાતેની એક સભામાં સ્વામી બ્રહ્મસ્વરૂપે ખોડિયાર માતાજી અંગે વિવાદીત ટિપ્પણી કરી દીધી છે. જેને લઈને ઘણા સમાજોમાં નારાજગી જોવા મળી રહી છે.
Swaminarayan: ‘ન્હાવા ગયેલા મહારાજે ખોડિયાર માતા પર કપડા નિચોવ્યા’ સ્વામિનારાયણ પંથના સ્વામીની જીભ ના રહી કાબુમાં
સ્વામીએ પ્રસંગ કહેતા કહ્યું કે, મહારાજ ન્હાવા ગયા ત્યારે…
બ્રહ્મ સ્વામીએ કહ્યું કે, મહારાજ રંગોત્સવ કરીને જ્યારે જોબનપગીના ખેતરમાં ન્હાવા ગયા ત્યારે મહારાજે પુછ્યું, કે આ કોણ છે? ત્યારે તેમણે કહ્યું કે આ અમારા કુળદેવી છે. મહારાજે પોતાના ભીના કપડા નીચોવી માતાજી પર છાંટ્યા અને કહ્યું કે, તમારા કુળદેવીને અમે સત્સંગી કર્યા.
આવું કરનારા સાબિત કરે છે કે પોતે ધર્મના લાયક નથીઃ ખોડલધામ સંસ્થા
આ અંગે પાટીદાર સંસ્થાના પ્રવક્તાએ કહ્યું કે, આજકાલ માતાજી અંગેનો વીડિયો ફરી રહ્યો તે યોગ્ય તો નથી જ, ભારત સંસ્કૃતિ અને સંસ્થામાં રાષ્ટ્ર, માતા પિતાને દેવ તરીકે ગણાય છે. આવા દેશમાં કરાયેલી આવી ટિપ્પણી બિલકુલ અયોગ્ય છે. તેઓ ખુબ જ સિનિયર સંત છે. વ્યાસ પીઠ પર બેસીને તેમણે આ નિવેદન આપ્યું છે. આપણે તેમને શીખ તો ના આપી શકીએ. માતાજીના ભક્તોની લાગણી દુભાઈ છે તેવું ના થાય અને તેમણે સુમેળ સંધાય તેવી રીતે પ્રયત્નો સ્વામીજીએ કરવા જોઈએ. સ્વામીનારાયણ સંતો જ નહીં તમામ ધર્મ અને સંપ્રદાયના લોકોને કહું છું કે ધર્મ એક સ્વતંત્ર બાબત છે પણ તેનો અર્થ એવો નહીં કે બીજાના ધર્મને નીચો કરીએ. અન્ય ધર્મ કે સંપ્રદાય પર ટીકા ટિપ્પણી ના કરવી જોઈએ. ખરેખર આવું કરનારા લોકો સાબિત કરે છે કે પોતે ધર્મને લાયક નથી. ખોડિયાર માતા 18 વર્ણના દેવી છે. અહીં ખોડિયાર માતાના ધર્મસ્થાને પહેલા રાષ્ટ્રધ્વજના દર્શન થાય છે અને પછી માતાજીના દર્શન કરાય છે. રાષ્ટ્ર જ ધર્મ છે.
ADVERTISEMENT