Swaminarayan Sect Controversy : સ્વામિનારાયણ સંપ્રદાય ફરી એકવાર વિવાદમાં આવ્યો છે. સંપ્રદાયના કેટલાક સ્વામીઓના યુવકો સાથેના અશ્લીલ વીડિયો વાયરલ થયા છે અને કેટલાક સ્વામીઓ પર યુવતીઓ દ્વારા દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે. છેલ્લા કેટલાક દિવસોમાં એક બાદ એક સ્વામિનારાયણ મંદિર અને ગુરૂકુળના સ્વામીઓની પાપલીલાનો ભાંડો ફટી રહ્યો છે. સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીઓ દ્વારા સંપ્રદાય, સંત, સનાતન અને સ્વામી પરંપરાને લજવતું કામ કરાઈ રહ્યું છે. જેને લઈને હરિભક્તોથી લઈને તમામ લોકોમાં રોષની લાગણી છે. હરિભક્તો મંદિર પહોંચીને વિરોધ દર્શાવી રહ્યા છે. આ વચ્ચે હવે વધુ એક સમાચાર સામે આવી રહ્યા છે.
ADVERTISEMENT
ગુરૂકુળમાંથી બિસ્તરા-પોટલા સાથે વિદ્યાર્થીઓ થયા રવાના
સ્વામિનારાયણ સંપ્રદાયના ગુરૂકુળમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પરિવારજનો પરત લઈ જઈ રહ્યા છે. રાજકોટના ખીરસરા ગામના ગુરૂકુળના બે સ્વામીઓ સામે યુવતિએ કરેલી દુષ્કર્મની ફરિયાદ બાદ હવે ત્યાંના ગુરૂકુળમાં ભણતા વિદ્યાર્થીઓને પોતાના પરિવારજનો પરત લઈ જઈ રહ્યા છે. જે શાળાઓ અને હોસ્ટેલ્સ અત્યાર સુધી વિદ્યાર્થીઓથી ધમધમતી હતી. વાલીઓ કંઈ જાણ્યા વગર સંપ્રદાયના હરિભક્ત હોવાના કારણે પોતાના સંતાનોને પણ ફરજિયાત સંપ્રદાયના ગુરૂકુળમાં અભ્યાસ કરાવતા હોય છે.
રાજકોટના ઉપલેટા તાલુકાના ભાયાવદર પોલીસ સ્ટેશન હેઠળના ખીરસરા ગામે શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ નામની સંસ્થા આવેલી છે. જેમાં પ્રાથમિકથી લઈને ઉચ્ચતર માધ્યમિક સુધીનું શિક્ષણ આપવામાં આવે છે. તેમજ તેમની અન્ય એક સંસ્થા થોડા કિલોમીટરના અંતરે આવેલ જામટીંબડી ગામે છે, જ્યાં દીકરીઓ માટેની એક ગર્લ્સ હોસ્ટેલ પણ ચલાવવામાં આવે છે. હાલ આ અંગે વાલીઓને તેમજ સંચાલકોને પૂછતા તેઓ મિડીયા આગળ કંઈપણ બોલવા તૈયાર નથી.
ધર્મસ્વરૂપદાસ અને નારાયણસ્વરૂપ સામે દુષ્કર્મની ફરિયાદ
રાજકોટના ભાયાવદર પોલીસ સ્ટેશન ખાતે ઉપલેટા તાલુકાના ખીરસરા ઘેટીયા ગામના ગુરુકુળના સ્વામિનારાયણ સ્વામિનારાયણ સંપ્રદાયના બે સંતો સહિત કુલ ત્રણ વ્યક્તિઓ સામે IPC 376 (2)(N), 313, 114 અંતર્ગત ફરિયાદ નોંધવામાં આવી છે. રાજકોટની યુવતી સાથે છેલ્લા ત્રણ વર્ષથી દુષ્કૃત્ય આચરવામાં આવતું હોવાની ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદમાં ધર્મસ્વરૂપદાસ સ્વામીએ 30 વર્ષીય મહિલા પર દુષ્કર્મ ગુજાર્યું અને નારાયણ સ્વરૂપસ્વામી અને મયુર કાસોદરિયા નામના શખ્સે મદદગારી કરી હોવાનો ઉલ્લેખ છે. એટલું જ નહીં દુષ્કર્મ બાદ યુવતી ગર્ભવતી બની હતી. જેમાં ધર્મપ્રસાદ સ્વામીએ હોસ્ટેલના સંચાલક મયુર કાસોદરીયા સાથે ગર્ભપાતની દવા મોકલી પીડિત યુવતીની ઈચ્છા વિરૂદ્ધ ગર્ભપાત કરાવ્યો હોવાનું ખુલતાં ચકચાર મચી ગઈ છે.
સ્વામિનારાયણ મંદિરે હરીભક્તોએ વિરોધ નોંધાવ્યો
વડોદરા, રાજકોટ સહિત અને સ્વામિનારાયણ મંદિરના સાધુઓનો પાંખડી ચહેરો જાહેર કરતા કામલીલાના વીડિયો તેમજ શોષિત પીડિત યુવતી દ્વારા કરવામાં આવેલી પોલીસ ફરીયાદની ઘટનાઓના કારણે સંપ્રદાયની ગરિમાને લાંછન લાગે તેવી સ્થિતિ વચ્ચે હરીભક્તો પીડા અનુભવી રહ્યા છે. ગઢડા મુકામે આવેલા જૂના સ્વામિનારાયણ મંદિર ખાતે અમદાવાદ, ભાવનગર, સુરત, બોટાદ, ગઢડા વગેરે ગામોમાંથી અસંખ્ય હરીભક્તો આવી પહોંચ્યા હતા. તેમજ મંદિરના ચોગાનમાં બેનરો અને સૂત્રોચ્ચાર સાથે રોષ વ્યક્ત કરી પાંખડી સાધુઓની કામલીલાથી સંપ્રદાયના ધજાગરા થતા હોય પગલા ભરવા માંગણી કરવામાં આવી હતી.
વધુ વાંચો- સ્વામિનારાયણ સંપ્રદાયની ચાર ઘટનાએ ખળભળાટ મચાવ્યો, હરિભક્તોનો ગુસ્સો સાતમા આસમાને
ADVERTISEMENT