Rajkot IND vs ENG Test Match: ભારતીય ટીમ આગામી 15મી ફેબ્રુઆરીથી 19 ફેબ્રુઆરી દરમિયાન રાજકોટમાં ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ સીરિઝની ત્રીજી મેચ રમવાની છે. આ માટે આવતીકાલે 11 ફેબ્રુઆરીએ ટીમ ઈન્ડિયા રાજકોટ પહોંચી જશે અને આગામી 10 દિવસ સુધી રાજકોટમાં જ રોકાવાની છે. ટીમ માટે રાજકોટની સયાજી હોટલમાં રોકાણની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. ત્યારે ભારતીય ટીમના ખેલાડીઓને ખાસ ગુજરાતી વ્યંજનો પીરસવામાં આવશે.
ADVERTISEMENT
ભારતીય ક્રિકેટર્સ માટે ખાસ કાઠિયાવાડી મેનુ
રાજકોટમાં ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ માટે ખાસ કાઠિયાવાડી ભોજન તૈયાર કરવામાં આવશે. ક્રિકેટર્સને ગાંઠિયા, જલેબી અને કાઠિયાવાડી ભોજપ પીરસવામાં આવશે. જેમાં વઘારેલો રોટલો, દહીં તિખારી, ખમણ, કઢી-ખીચડી સહિતનું કાઠિયાવાડી ભોજન ટીમ ઇન્ડિયાના સ્ટાર્સ માટે તૈયાર કરાશે. ભારતીય ટીમના ખેલાડીઓ રાજકોટ આવે ત્યારે તેઓ કાઠિયાવાડી ફૂડ ખૂબ પસંદ કરે છે.
રોહિતને હોટલમાં અપાયે પ્રેસિડેન્શિયલ સ્યૂટ રૂમ
ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માને ખાસ સૌરાષ્ટ્રની હેરિટેજ થીમ વાળો પ્રેસિડેન્સિયલ સ્યુટ રૂમ અપાયો છે. તો કે.એલ રાહુલ પણ આ જ પ્રકારના સૌરાષ્ટ્રની હેરિટેજ થીમ વાળા રૂમમાં સ્ટે કરશે. રોહિત શર્મા, કે.એલ રાહુલ, રવિન્દ્ર જાડેજા, યશસ્વી જયસ્વાલ, કુલદીપ યાદવ, અક્ષર પટેલ, શુભમન ગિલ, જસ્પ્રિત બુમરાહ, રવિચંદ્રન અશ્વિન સહિત ક્રિકેટર્સ રાજકોટ આવી રહ્યા છે.
10 દિવસ રાજકોટમાં રોકાશે ટીમ
વર્ષો બાદ 10 દિવસના લાંબા સમય માટે ભારતીય ક્રિકેટરો રાજકોટમાં રોકાશે. ત્યારે હોટલ દ્વારા પારંપારિક ગરબા સાથે ક્રિકેટરોનું સ્વાગત કરવામાં આવશે. તો બીજી તરફ વિરાટ કોહલી આ ટેસ્ટમાં નહીં રમવાનો હોવાથી રાજકોટમાં ક્રિકેટ ચાહકોમાં થોડી નિરાશા છે.
(ઈનપુટ: રોનક મજીઠિયા, રાજકોટ)
ADVERTISEMENT