રાજકોટના તમામ મ્યુનિ. કમિશનરો સામે કાર્યવાહી ક્યારે થશે? HCએ ગુજરાત સરકારને લગાવી ફટકાર

Rajkot Fire Incident: રાજકોટના TRP ગેમિંગ ઝોનમાં આગની ઘટનામાં 28 માસુમો મૃત્યુ પામ્યા છે. ઘટના પર એક બાજુ SIT તપાસ કરી રહી છે. બીજી તરફ ગુજરાત હાઈકોર્ટમાં કરાયેલી PIL પર આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં હાઈકોર્ટે ફરી રાજ્ય સરકાર અને રાજકોટ મહાનગરપાલિકાને ફટકાર લગાવી છે.

Rajkot Fire Incident

Rajkot Fire Incident

follow google news

Rajkot Fire Incident: રાજકોટના TRP ગેમિંગ ઝોનમાં આગની ઘટનામાં 28 માસુમો મૃત્યુ પામ્યા છે. ઘટના પર એક બાજુ SIT તપાસ કરી રહી છે. બીજી તરફ ગુજરાત હાઈકોર્ટમાં કરાયેલી PIL પર આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં હાઈકોર્ટે ફરી રાજ્ય સરકાર અને રાજકોટ મહાનગરપાલિકાને ફટકાર લગાવી છે.

હાઈકોર્ટે રાજ્ય સરકારને લગાવી ફટકાર

હાઈકોર્ટે રાજ્ય સરકારને પૂછ્યું હતું કે, રાજકોટના મ્યુનિસિપલ કમિશનરને સસ્પેન્ડ કેમ ન કરાયા? રાજકોટ મહાનગરપાલિકા વતી જવાબ આપતા વકીલને પૂછવામાં આવ્યું કે, ફાયર અને ટાઉન પ્લાનિંગ ઓફિસરને સસ્પેન્ડ કરવા સિવાય શું કર્યું? 8મી જૂન 2023ના રોજ ડિમોલિશનનો આદેશ આપ્યા બાદ મહાનગરપાલિકા એક વર્ષ સુધી ઉંઘતી રહી. 28 બાળકો મૃત્યુ પામ્યા પરંતુ તમે એક વર્ષ સુધી કંઈ કર્યું નહીં. તમારે આ બાળકોના મૃત્યુ માટે શા માટે ચૂકવણી ન કરવી જોઈએ? કમિશનરની સામે કલમ 302 કેમ ન લગાવવી જોઈએ? બચાવમાં રાજકોટ મહાનગરપાલિકાએ જણાવ્યું હતું કે, ફાયર એન્ડ ટાઉન પ્લાનિંગ ઓફિસર દ્વારા મ્યુનિસિપલ કમિશનરને કોઈ ફાઈલ મોકલવામાં આવી નથી.

સરકારે આગની ઘટનામાં શું કાર્યવાહી કરી?

હાઈકોર્ટે ગુજરાત સરકારને પૂછ્યું કે, આ તમામ કમિશનર તમારા હેઠળ આવે છે, તેમની સામે શું કાર્યવાહી કરવામાં આવી? સરકાર વતી એડવોકેટ જનરલે જણાવ્યું હતું કે, રાજકોટના તત્કાલિન મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલની બદલી થઈ ગઈ છે અને તેમને હજુ સુધી કોઈ પોસ્ટિંગ આપવામાં આવ્યું નથી. હાઈકોર્ટે પૂછ્યું કે, શું તેમની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે નહીં કારણ કે તમામ કમિશનરો જાણતા હતા કે આવું કંઈક થઈ રહ્યું છે અને ડિમોલિશનની નોટિસ આપ્યા પછી પણ 1 વર્ષ સુધી કોઈ કાર્યવાહી થઈ નથી. 

SITના રિપોર્ટ બાદ સરકારની કાર્યવાહી કરવાની હૈયાધારણા

એડવોકેટ જનરલે કહ્યું કે, સરકાર સીટના રિપોર્ટની રાહ જોઈ રહી છે, જે પણ જવાબદાર હશે તેને બક્ષવામાં આવશે નહીં. હાઈકોર્ટે કહ્યું, શું સરકાર બીજી આગની રાહ જોઈ રહી છે? એડવોકેટ જનરલે જણાવ્યું હતું કે, સીટને 20 જૂન સુધીમાં તેનો રિપોર્ટ સોંપવા માટે કહેવામાં આવ્યું છે અને તે પછી, તમામ જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવશે. એડવોકેટ જનરલે સરકાર વતી બચાવ કર્યો હતો કે ગઈ કાલે આ સંદર્ભે સરકારના તમામ ઉચ્ચ અધિકારીઓ સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજવામાં આવી હતી અને તેમાં કોઈપણ પ્રકારની ક્ષતિ ન થવી જોઈએ તેવી સૂચના આપવામાં આવી છે, અમારે અંતિમ અહેવાલની રાહ જોવી પડશે. તે પછી જ સરકાર કોઈ પગલાં લઈ શકશે? આ મામલે વધુ સુનાવણી આગામી સુનાવણી 13 જૂને થશે.

    follow whatsapp