Rajkot News: રાજકોટ શહેરમાં નાના મૌવા રોડ પર આવેલા TRP ગેમઝોનમાં ભયંકર આગની ઘટના સામે આવી છે. ગેમ ઝોનમાં આગ લાગતા 8 ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી છે. અત્યાર સુધીમાં 5થી વધુ લોકોના મોત થયાની જાણકારી મળી રહી છે અને આ ગેમઝોનમાંથી 15થી 20 બાળકોને રેસ્ક્યૂ કરીને બહાર કાઢવામાં આવ્યા છે. આગના ધૂમાડા 3 કિલોમીટર સુધી દેખાઈ રહ્યા છે. ફાયરબ્રિગેડ અને એમ્બ્યુલન્સ ઘટનાસ્થળ પર હાજર છે.
ADVERTISEMENT
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વ્યક્ત કર્યું દુ:ખ
રાજકોટ ગેમ ઝોનમાં આગ મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ ટ્વિટ કરી દુ:ખ વ્યક્ત કર્યું છે. ઉપરાંત ટ્વીટ કરી મહાનગરપાલિકા અને વહીવટી તંત્રને બચાવ રાહત કામગીરી માટે સૂચના આપી છે, ઈજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે વ્યવસ્થાઓ કરવા પણ આદેશ આપ્યા છે
ADVERTISEMENT