Naresh Patel News: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે રાજકોટની મુલાકાતે પહોંચ્યા હતા. જ્યાં તેમણે પહેલા ઓચિંતા સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને નિરીક્ષણ કર્યું હતું. આ બાદ તેઓ ખોડલધામના ચેરમેન અને પાટીદાર અગ્રણી નરેશ પટેલને મળવા માટે પહોંચ્યા હતા. મુખ્યમંત્રી નરેશ પટેલના ફાર્મહાઉસમાં પહોંચ્યા હતા જ્યાં તેમના પરિવારના સદસ્યો સાથે મુલાકાત કરી હતી અને બાદમાં સાથે ભોજન પણ લીધું હતું. લોકસભાની ચૂંટણી પહેલા જ અચાનક નરેશ પટેલ સાથે મુખ્યમંત્રીની મુલાકાતથી અનેક અટકળો લગાવાઈ રહી છે.
ADVERTISEMENT
મુખ્યમંત્રી સાથે નરેશ પટેલની શું ચર્ચા થઈ?
આ અંગે મીડિયા સાથેની વાતચીતમાં નરેશ પટેલે કહ્યું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે અમારા ઘરે શુભેચ્છા મુલાકાત માટે આવ્યા હતા. ઘણા સમયથી તેમનું આવવાનું અને ભોજન લેવાનું બાકી હતું. આજે સમય હતો અને ખૂબ આનંદની વાત છે કે મુખ્યમંત્રીએ મારા ઘરે આવીને ભોજન કર્યું. લંચ ડિપ્લોમસીની વાત પર કહ્યું કે, બિલકુલ નથી માનતો. વ્યક્તિગત સંબંધ અને લાગણીના ભાવથી મુખ્યમંત્રી પધાર્યા હતા.
(વિથ ઈનપુટ: નિલેશ શિશાંગિયા)
ADVERTISEMENT