Rajkot Game Zone Fire: સંચાલકો ચતુર કાગડા, કોનું પીઠબળ અને કોના આશીર્વાદ?

Rajkot Gamezone Fire Updates: રાજકોટ અગ્નિકાંડમાં 28 લોકોના મોત થઈ ચૂક્યા છે. જે ગેમ ઝોનમાં સૌથી મોટી અને ગંભીર બાબતએ છે કે તેની પાસે કોઈ મંજૂરી ન હતી. એવામાં ગુજરાત તકના હાથે એક તસવીર લાગી છે જેને જોતા જ હવે તંત્ર પર પણ સવાલ ઊભા થાય છે

Rajkot Game Zone Fire

Rajkot Game Zone Fire

follow google news

Rajkot Game zone Fire Updates: રાજકોટ અગ્નિકાંડમાં  28 લોકોના મોત થઈ ચૂક્યા છે. જે ગેમ ઝોનમાં  સૌથી મોટી અને ગંભીર બાબતએ છે કે તેની પાસે કોઈ મંજૂરી ન હતી. ખુલ્લા પાર્ટી પ્લોટમાં ફેબ્રિકેશનના શેડના આધારે આ ગેમિંગ ઝોન ઊભું કરવામાં આવ્યું હતું. એવામાં ગુજરાત તકના હાથે એક તસવીર લાગી છે જેને જોતા જ હવે તંત્ર પર પણ સવાલ ઊભા થાય છે? આ તસવીરમાં રાજકોટ પોલીસ, મહાનગરપાલિકા કમિશનર, DCP ઝોનના અધિકારીઓ જોવા મળી રહ્યા છે. 

શું ગેમ ઝોન પર અધિકારીઓની મહેરબાની? 

ગુજરાત તકને હાથ લાગેલી આ તસવીર સવા બે વર્ષ પહેલાની છે. જે  ગેમ ઝોનના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ અપલોડ થયેલી છે. આ તસવીરમાં રાજકોટના તત્કાલિન કલેક્ટર અરુણ મહેશ બાબુ, એસ પી બલરામ મીણા, મ્યુનિસિપલ કમિશ્નર અમિત અરોરા, ડીસીપી ઝોન-1 પ્રવીણ મીણા સહિતના અધિકારીઓ જોવા મળી રહ્યા છે. તેમણે ગેમ ઝોનના ગોકાર્ટની મોજ માણી હતી. તસવીર બાદ સવાલએ થઈ છે કે આ જગ્યાની મુલાકાતે આવલ આટલા મોટા અધિકારીઓને શું એ વાતનું ધ્યાન નહીં ગયું હોય કે ત્યાં કોઈ પણ મંજૂરી વગર આ પ્રકારે ગેમ ઝોન ચાલે છે અને NOC પણ નથી. રાજકોટના લોકોની શાંતિ, સલામતી, સુરક્ષા અને વ્યવસ્થા જેમના માથે રહેલી છે તેની આ પ્રકારની તસવીર હવે લોકોના મનમાં સવાલ ઊભા કરી રહી છે. 

સંચાલકો ચતુર કાગડા 

  • સંચાલકો લોકો પાસે કરાવતા ફોર્મમાં સહી
  • સંચાલકો જવાબદારીથી થતા મુક્ત
  • લોકોને પોતાના જોખમે જ આપતા ગેમઝોનમાં પ્રવેશ
  • સહી કર્યા બાદ કઈ પણ થાય તો નથી કરી શકાતો દાવો  
  • સભ્યો, એજન્ટો, કર્મચારીઓ થાય છે જવાબદારીમાથી છૂટા
  • ગર્ભવતી મહિલાઓને પણ અલગ વિકલ્પ આપી કરાવવામાં આવતી સહી  
  • કોઈ પણ જાતની જવાબદારી વગર ચાલતું મોતનું ઝોન

Rajkot TRP Game Zone fire: એકબીજા પર જવાબદારીઓ ઢોળતા અધિકારીઓ....તો વાંક કોનો?

નિયમો ફક્ત લોકો માટે 

  • TRP ગેમ ઝોનમાં નિયમો ફક્ત લોકો માટે હતા
  • સંચાલકો પાસે નહોતું ફાયર NOC
  • મંજૂરી વગર પ્લોટ ભાડે લઈ શેડ નાખ્યો
  • TRP ગેમ ઝોનમાં ખૂબ જ બેદરકારીથી ચાલતું કામ  

ખો આપવાની પરંપરા

  • જવાબદાર અધિકારીઓ આપે એકબીજાને ખો
  • વજુભાઈ વાળાએ નાખ્યો રાજકોટ મનપા પર ગાળિયા
  • રાજકોટ મનપા મોઢામાં મગ ભરી જોતી રહી મોતનો તાંડવ
  • રાજકોટ મનપાની ટીપી શાખાએ હાથ ખંખેર્યા
  • કહ્યું આ પ્રકારના બાંધકામમાં ટીપી શાખાની મંજૂરીની કોઈ જરૂર નથી
  • પોલીસ કમિશનરે કહ્યું ટિકિટ માટે મંજૂરી આપી
  • એનઓસી માટે પ્રક્રિયા ચાલુ હોવાનો કંપનીએ દાવો કર્યો હતો : પોલીસ કમિશનરે
  • જ્યારે ફાયર વિભાગના અધિકારીએ કહ્યું કે NOC માટે કોઈ અરજી નથી આવી
  • ધારાસભ્ય રમેશ ટીલાળાને નહોતી ઘટનાની ગંભીરતા
  • એક તરફ લોકોની લાશો મળતી હતી બીજી તરફ ટીલાળા હસતા હતા  
  • રમેશ ટીલાળા ઉડાઉ જવાબ આપી હસવા લાગતા લોકોમાં ગુસ્સો

જવાબ આપો સરકાર 

  • મોતના તાંડવ પાછળ જવાબદાર કોણ ?
  • સંચાલકોના માથે કોના આશીર્વાદ ?
  • સંચાલકોને કોનું પીઠબળ ?
  • કોની લાગવગથી ચાલે છે આવા મોતના ગેમઝોન ?
  • શું ફાયર વિભાગ આટલા સમયથી હોનારતની રાહ જોઈને બેઠુ હતું ?
  • ફાયર NOC વગર ચાલતા ગેમઝોનમાં કેમ ન થઈ પૂછપરછ ?
  • ગુજરાતમાં ક્યારે અટકશે આ પ્રકારની હોનારત ?
  • શું પડદા પાછળ મોટા માથા પકડાશે ?
  • શું મોટી માછલીઓ જેલ જશે ?
  • શું તમામ મૃતકોને મળશે ન્યાય ?
  • મોતનો સાચો આંક ક્યા સુધીનો ?  


 

    follow whatsapp