ST Bus Accident: રાજકોટ એસટી બસ સ્ટેન્ડ પાસે ભયંકર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં એક વિદ્યાર્થીએ જીવ ગુમાવ્યો છે. મળતી માહિતી પ્રમાણે આ વિદ્યાર્થી રાજકોટથી દ્નારકા જઇ રહ્યો હતો. તો એવામાં જલ્દીથી બાસ પકડવાની ઉતાવળમાં તે બે બસ વચ્ચેથી નીકળવા જતા રિવર્સ આવતી બસની નીચે આવી ગયો. બે એટી બસ વચ્ચે ચગદાઈ જતા બ્રેજેશ સોલંકી નામના વિદ્યાર્થીનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થયું છે.
ADVERTISEMENT
પોલીસે તપાસ શરૂ કરી
ઘટના બનતાની સાથે જ રાજકોટ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને આ સમગ્ર મામલે તપાસસ શરૂ કરી છે. આશાસ્પદ યુવકના આકસ્મિક મૃત્યના સમાચારથી પરિવારજનો પર દુઃખના પહાડ તૂટી પડ્યો છે.
બેકાબૂ કાર અકસ્માત
તો બીજી તરફ ગઈકાલે પણ રાજકોટમાં અકસ્માતની ઘટના બની હતી. શહેરના ત્રિશુળ ચોકમાં બેકાબૂ કાર ચાલકે એક ટુ-વ્હીલર અને રાહદારીઓ અટફેટે લીધો હતો. અકસ્માતમાં એક વૃદ્ધ અને બે વિદ્યાર્થિનીઓને ઈજા પહોંચી હતી. અકસ્માતની સંપૂર્ણ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. જેમાં જોઈ શકાય છે કે, બેકાબૂ કાર પહેલા ટુ-વ્હીલરને ટક્કર મારે હતી અને બાદમાં દુકાનના ઓટલા પર બેઠેલા લોકો તરફ વળી ગઈ હતી. જેમાં બે યુવતીઓ ભાગવામાં સફળ રહે હતી, પરંતુ વચ્ચે બેઠેલી એક મહિલા કારની અડફેટે આવી ગઈ.
(ઇનપુટ: રોનક મજેઠિયા)
ADVERTISEMENT