અમદાવાદ: ગુજરાતમાં ચોમાસાની આ સીઝનમાં સરેરાશ 78 %થી વધુ વરસાદ થઈ ચૂક્યો છે. રાજ્યમાં હજુ પણ અનેક જિલ્લાઓમાં વરસાદ નોંધાઈ રહ્યો છે. આ વર્ષે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં તોફાની વરસાદથી ગામ-શહેર બધા પાણી-પાણી થઈ ગયા હતા. ત્યારે ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં પણ ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે કે નહીં આ અંગે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ઓગસ્ટ મહિનામાં વરસાદ અંગેની આગાહી કરી છે.
ADVERTISEMENT
ઓગસ્ટમાં કેવું રહેશે વરસાદનું જોર?
પરેશ ગોસ્વામી મુજબ, આ વર્ષે તમામ વરસાદ બંગાળની ખાડી તરફથી આવ્યો છે. અરબી સમુદ્રમાં કોઈ મોટી સિસ્ટમ નથી બની, જેના કારણે જુલાઈ મહિનામાં પણ ગરમી અને ઉકળાટ અનુભવાયો છે. આગામી 10 ઓગસ્ટ સુધીમાં અરબી સમુદ્રમાં મોટી સિસ્ટમ બનવાની શક્યતા દેખાતી નથી, એવામાં આ તારીખ સુધી ગરમી-ઉકળાટ જોવા મળશે. આ પાછળ પરેશ ગોસ્વામી હવામાનમાં થયેલા ફેરફાર જવાબદાર હોવાનું જણાવી રહ્યા છે.
ગુજરાતમાં અત્યાર સુધી કેટલો વરસાદ પડ્યો?
ગુજરાતમાં અત્યાર સુધીમાં સરેરાશ કુલ 27 ઈંચથી વધુ વરસાદ જૂન-જુલાઈ દરમિયાન વરસી ચૂક્યો છે. જેમાં 46 તાલુકામાં 1000 એમ.એમથી વધુ વરસાદ થયો છે. છેલ્લા 24 કલાક 161 તાલુકાઓમાં વરસાદ પડ્યો હતો. જેમાં મહિસાગરના બાલાસિનોરમાં સૌથી વધારે 61 એમ.એમ વરસાદ પડ્યો છે.
ADVERTISEMENT