ગુજરાતમાં સાંબેલાધાર વરસાદથી આ વિસ્તારોમાં આવશે પૂર, અંબાલાલ પટેલની નવી આગાહી

Ambalal Patel Rainfall Prediction: ગુજરાતમાં આજથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા રાજ્યમાં બારે મેઘ ખાંગા થાય તેવા વરસાદની આગાહી કરાઈ છે. એક સાથે ત્રણ જેટલી સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં આજથી અતિભારે વરસાદ પડવાની આગાહી છે.

Ambalal Patel

ગુજરાતમાં વરસાદની આગાહી

follow google news

Ambalal Patel Rainfall Prediction: ગુજરાતમાં આજથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા રાજ્યમાં બારે મેઘ ખાંગા થાય તેવા વરસાદની આગાહી કરાઈ છે. એક સાથે ત્રણ જેટલી સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં આજથી અતિભારે વરસાદ પડવાની આગાહી છે.

ગુજરાતમાં ક્યાં આવી શકે પૂર?

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ મુજબ એક સાથે ત્રણ જેટલી વરસાદી સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં પૂરનું સંકટ આવી શકે છે. તેમણે કહ્યું કે, અરબી સમુદ્ર અને ઓડિસાથી આવતો ભેજ અને સાયક્લોનિલ સર્ક્યુલેશ એક થતા અતિભારે વરસાદની આગાહી છે. જે મુજબ 30 જૂને સમગ્ર રાજ્યમાં મેઘમહેર જોવા મળશે. આ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદ વરસી શકે છે, તો 30 જૂન અને 1 જુલાઈએ અમદાવાદમાં અતિભારે વરસાદની આગાહી છે. 1 જુલાઈએ ઉત્તર અને મધ્ય ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી છે. સાથે જ 5 જુલાઈએ વધુ એક સિસ્ટમ બનશે જેનાથી દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ભારે વરસાદથી દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે, ઉપરાંત નદીઓમાં પણ પૂર આવી શકે છે.

હવામાન વિભાગે પણ કરી અતિભારે વરસાદની આગાહી

અંબાલાલ પટેલ ઉપરાંત હવામાન વિભાગ દ્વારા પણ રાજ્યમાં અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. દક્ષિણ ગુજરાતમાં સાયકલોની સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા આજથી ભારેથી અતિ ભારે વરસાદ પડવાની સંભાવના છે. 

    follow whatsapp