‘વરસાદ હજુ ગયો નથી’, અંબાલાલ પટેલની ગુજરાતમાં વરસાદના વધુ એક રાઉન્ડની આગાહી

અમદાવાદ: ગુજરાતમાં જૂન-જુલાઈમાં ભારે વરસાદ બાદ ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં વરસાદનું જોર ઘટ્યું છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 23 તાલુકાઓમાં 1થી 12 એમ.એમ સુધીનો હળવો વરસાદ…

gujarattak
follow google news

અમદાવાદ: ગુજરાતમાં જૂન-જુલાઈમાં ભારે વરસાદ બાદ ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં વરસાદનું જોર ઘટ્યું છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 23 તાલુકાઓમાં 1થી 12 એમ.એમ સુધીનો હળવો વરસાદ થયો છે. તો રાજ્યમાં સીઝનનો 80 ટકા જેટલો વરસાદ થયો છે અને હજુ 20 ટકા જેટલી વરસાદની ઘટ છે. જોકે અચાનક વરસાદના વિરામથી ખેડૂતો ચિંતિત છે ત્યારે આગામી દિવસોમાં વરસાદનો વધુ એક રાઉન્ડ આવવાનો હોવાની જાહેરાત હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી છે.

વરસાદ પર અંબાલાલે શું કરી આગાહી?

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કહ્યું કે, હાલમાં પવનની ગતિ વધારે છે, બંગાળના ઉપસાગર નવું સ્ટોર્મ બની રહ્યું છે, જે બંગાળના ઉપસારમાં લો પ્રેસરની ગતિ વધારશે. હિંદ સાગરમાં ભેજવાળી હવા છે પરંતુ બરાબર વરસાદ વરસતો નથી. પરંતુ 9-10 ઓગસ્ટે વરસાદી ઝાપટા પડવાની સંભાવના છે. 12 ઓગસ્ટથી હવામાનમાં પડતું આવશે. બંગાળ ઉપસાગરમાં વધુ એક સિસ્ટમ બનાવશે અને મઘ્ય પ્રદેશ સુધી વરસાદ પડશે. આ વરસાદનું વહન 15-16-17-18-19 અને 20 ઓગસ્ટે ગુજરાતમાં થવાની શક્યતા છે. વરસાદ સારો થશે. વરસાદ ગયો નથી. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં ભારે વરસાદ થશે. આ પછી હળવા-ભારે વરસાદની સંભાવના છે.

ગુજરાતમાં હજુ 20 ટકા વરસાદની ઘટ

ગુજરાતમાં આ સીઝનમાં પડેલા વરસાદની વાત કરીએ તો અત્યાર સુધી 79.92 ટકા વરસાદ પડી ચૂક્યો છે. જેમાં દક્ષિણ ગુજરાતમાં 70 ટકા, સૌરાષ્ટ્રમાં 109 ટકા, મધ્ય-પૂર્વ ગુજરાતમાં 63 ટકા અને ઉત્તર ગુજરાતમાં 66 ટકા વરસાદ નોંધાઈ ચૂક્યો છે. જેમાં જૂન-જુલાઈમાં સરેરાશ 27 ઈંચ વરસાદ પડ્યો છે, તો ઓગસ્ટના 9 દિવસોમાં માત્ર 8.89 એમ.એમ વરસાદ પડ્યો છે.

    follow whatsapp