Gujarat Rain: ગુજરાત પર વધુ એક વરસાદી સિસ્ટમ બની, 16-17 સપ્ટેમ્બરે આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી

Gujarat Rain Updates: ગુજરાતમાં ઓગસ્ટ મહિનામાં રાહ જોવડાવ્યા બાદ સપ્ટેમ્બરમાં ચોમાસું (Monsoon) ફરી સક્રિય થયું છે. સપ્ટેમ્બરના પહેલા સપ્તાહમાં વરસાદ બાદ હવે ફરી એકવાર વરસાદી…

gujarattak
follow google news

Gujarat Rain Updates: ગુજરાતમાં ઓગસ્ટ મહિનામાં રાહ જોવડાવ્યા બાદ સપ્ટેમ્બરમાં ચોમાસું (Monsoon) ફરી સક્રિય થયું છે. સપ્ટેમ્બરના પહેલા સપ્તાહમાં વરસાદ બાદ હવે ફરી એકવાર વરસાદી માહોલ સર્જાઈ રહ્યો છે. ગુજરાત પર લો પ્રેશર સિસ્ટમ બનતી હોવાથી હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સામાન્યથી મધ્યમ અને ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં 16 અને 17 તારીખે ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા અને નગર હવેલીમાં ભારે વરસાદની સંભાવના છે. તો સૌરાષ્ટ્રમાં પણ હળવો વરસાદ પડી શકે છે.

5 દિવસ રહી શકે વરસાદી માહોલ

હવામાન વિભાગ મુજબ, આવતીકાલથી 5 દિવસ ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે. જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી તથા દમણમાં આજે વરસાદની આગાહી છે.

16-17 તારીખે કયા જિલ્લામાં વરસાદ પડશે?

આ સાથે 16મી તારીખે બનાસકાંઠા, સાબરકાંઠા, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપીમાં વરસાદની સંભાવના છે. તો 17મી તારીખે પણ આ વિસ્તારોમાં વરસાદની સંભાવના છે. તો અમદાવાદમાં પણ હળવો વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્રમાં પણ 4 દિવસ ભાવનગર, અમરેલી, બોટાદ, પોરબંદર ગીર સોમનાથ તથા દીવ સહિતના જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

    follow whatsapp