Ahmedabad: નબીરાઓનો પોલીસને પડકાર, આખો એસ.જી. હાઇવે રિલ બનાવવા બાનમાં લીધો

Gujarat Tak

• 08:21 PM • 25 Aug 2024

Ahmedabad News: આજકાલ સોશિયલ મીડિયામાં દેખાદેખીનો ક્રેઝ વધતો જાય છે. એવામાં અમદાવાદમાં કેટલાક નબીરાઓએ રિલ બનાવવા આખો એસ.જી. હાઇવે માથે લીધો હતો

Ahmedabad

Ahmedabad

follow google news

Ahmedabad News: આજકાલ સોશિયલ મીડિયામાં દેખાદેખીનો ક્રેઝ વધતો જાય છે. એવામાં અમદાવાદમાં કેટલાક નબીરાઓએ રિલ બનાવવા આખો એસ.જી. હાઇવે માથે લીધો હતો. ગાડીના કાફલા સાથે કેટલા લોકો ફરી રહ્યા હોય તેવો વીડિયો વાઈરલ થયો છે, પોલીસની સામે આ પ્રકારે સીન-સપાટા નબીરાઓને ભારે પડ્યા છે. 

સીન-સપાટા ભારે પડ્યા!

પોલીસને પડકાર ફેંક્યા બાદ છ લોકોની અટકાયત કરવામાં આવી છે અને હજુ એકની શોધખોળ ચાલી રહી છે, સાથે ત્રણ ગાડીઓને પણ જપ્ત કરવામાં આવી છે. આ સમગ્ર મામલે ગાડીઓનો કાફલો લઈને નીકળેલા બેફામ નબીરાઓ સામે તપાસ ચાલી રહી હતી. જેમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે છ આરોપીની ધરપકડ કરીને બીજા એક આરોપીઓની ધરપકડ બાકી છે. આરોપીઓ પોતાનું સ્ટેટસ બતાવવા અને વીડિયો બનાવીને સોશિયલ મીડિયામાં મૂકવા માટે આ પ્રકારે તાયફો કર્યો હતો.

ટુ વ્હીલર ચલાવતી વખતે હેલમેટ ફરજિયાત

રાજ્યમાં કોઈ સામાન્ય નાગરિકે ટુ વ્હીલર ચલાવતી વખતે હેલમેટ ન પહેર્યું હોય તો તેને રોકીને દંડ ફટકારવામાં આવે છે. તો સીટ બેલ્ટ ન બાંધ્યો હોય તો પણ રોકીને ટ્રાફિક પોલીસ દ્વારા દંડ ફટકારવામાં આવે છે. એવામાં આ વીડિયો વાયરલ થયા બાદ લોકોમાં અનેક સવાલો ઉઠ્યા છે. હવે આ નબીરાઓ સામે કાર્યવાહી કરવામાં આવે છે કે નહીં તે તો આવનારા દિવસોમાં જ ખબર પડી જશે. 

    follow whatsapp