અમદાવાદઃ ટ્રાફિકની સમસ્યા અને તેના પાલનની વાત આવે ત્યારે આપણા તંત્રના ગાલે શરમની લાલી પણ આવે નહીં તેવી હાલત થઈ છે. ટ્રાફિકના નિયમનને લઈને નવું નવું નવ દહાડા ટ્રાફિક ડ્રાઈવ ચલાવીને સંતોષ માની લેનારું આપણું તંત્ર હજુ સુધી ઠેર ઠેર થતા બેફામ પાર્કિંગ, ખાસ કરીને પ્રાઈવેટ લક્ઝરી વાળાઓ, ઓટો, કાર તો દાદાગીરી સાથે રોડની એક તરફ મુકી દેવાની અને ટ્રાફિકમાં કોઈ પરેશાન થશે કે નહીં તેની જરા પણ ચિંતા નહીં જ કરવાની. પોલીસ અને કોર્પોરેશન પણ શું કરે, ટ્રાફિકના નિયમોનું જો સંપૂર્ણ પાલન થઈ જાય તો ઘણાના ખિસ્સાઓ પર જોર પડે તેવી હકીકતો છે. ટ્રાફિકના નિયમોને લઈને હવે તો ગુજરાત હાઈકોર્ટે પણ તંત્રને ઝાટક્યું છે. છેલ્લા કેટલાક સમયથી હાઈકોર્ટ પણ કહે છે પણ જાણે કે વાત કાન સુધી ના પહોંચતી હોય તેવું દ્રશ્યમાન થાય છે.
ADVERTISEMENT
લોકો દારુ પીને વાહન ચલાવે છેઃ હાઈકોર્ટ
અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા મામલે ગુજરાત હાઈકોર્ટમાં થયેલી અરજીની સુનાવણી દરમિયાન કોર્ટે ટકોર કરી હતી કે કાયદો તોડનારાઓ બેફામ બન્યા છે, કડક હાથે કાર્યવાહી કરવાની પણ સલાહ કોર્ટે આપી હતી. ગુજરાત હાઈકોર્ટે ખાસ આ બાબત પર વાત કરી હતી કે લોકો દારુ પીને રસ્તા પર વાહન ચલાવી રહ્યા છે જેને કારણે હિટ એન્ડ રનના મામલા સામે આવે છે. પોલીસ માત્ર ડ્રાઈવ કરશે તેટલું પુરતું નથી. સારા નાગરિકની વર્તણૂક ટ્રાફિકને લઈને કેવી હોવી જોઈએ તેનું લોકોને ભાન કરાવવું પડશે.
ઈસ્કોન બ્રિજ અકસ્માતમાં તથ્ય પટેલને કોર્ટે આપી આવી રાહત
ટાયર કિલર બમ્પ અંગે શું કહ્યું હાઈકોર્ટે
હાઈકોર્ટે કહ્યું કે, આપણે ટ્રાફિકના નિયમનને લઈને ટાયર કિલર બમ્પ નાખ્યા તો લોકોએ તેનો પણ તોડ શોધી નાખ્યો. આવા લોકો સામે કડક કાર્યવાહી થવી જ જોઈએ. જ્યાં તમે ટાયર કિલર બમ્પ મુક્યા છે ત્યાં સીસીટીવી પણ ઈન્સ્ટોલ કરો અને તેના ફૂટેજ આધારે કાર્યવાહી પણ કરવાની સલાહ તંત્રને આપી છે. સીસીટીવી નેટવર્ક મોટાભાગે યોગ્ય રીતે નથી. ઉલ્લેખીય છે કે નેશનલ હાઈવે પર સીસીટીવીની જવાબદારી નેશનલ હાઈવે ઓથોરિટીની હોવાનું સરકારે જણાવ્યું હતું.
ADVERTISEMENT